Site icon Revoi.in

ગુજરાતના ઊર્જા વિભાગમાં ભરતીકાંડના આક્ષેપને પગલે મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

Social Share

ગાંધીનગરઃ  ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ આમ આદમી પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર લીક કાંડ બહાર લાવનારા AAPના નેતા યુવરાજસિંહ દ્વારા વધુ એક મોટો ધડાકો કરીને કથિત આક્ષેપ કરાયો હતો. તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષમાં ઊર્જા વિભાગની થયેલી ભરતી પ્રક્રિયામાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં જે વચેટિયાનું નામ યુવરાજસિંહે લીધું છે, તેમાં એક ભાજપના યુવા મોરચાના પદાધિકારીનું નામ હોવાથી સરકારમાં ખળભળાટ મચી ગયો છે. અને મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપી દીધા છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કથિત ભરતી કૌભાંડનાં તપાસના આદેશ આપી દીધાં છે. રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આજે જણાવ્યુ હતું કે, રાજ્યના યુવાનોના ભવિષ્ય માટે રાજ્ય સરકાર હર હંમેશ પારદર્શી છે અને રહેશે જ. રાજ્યના ઊર્જા વિભાગ હસ્તકના જેટકો દ્વારા ચાલી રહેલી જુનિયર ઇજનેરની પરીક્ષા સંદર્ભે જે આક્ષેપો થયા છે, તે તમામ આક્ષેપોની સંપૂર્ણ પારદર્શીતાથી તપાસ કરાશે અને આક્ષેપોમાં જો તથ્ય જણાશે તો કસુરવારોને રાજ્ય સરકાર છોડશે નહીં. રાજ્યમાં યોજાઇ રહેલ જુનિયર એન્જીનિયરની આ પરીક્ષાઓ સંદર્ભે મીડિયાના માધ્યમો દ્વારા ગેરરીતિના જે આક્ષેપો જાણવા મળ્યા છે તે સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્વરિત તપાસના આદેશો આપ્યા છે.

સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યુ હતું કે, આગામી 7મી જાન્યુઆરી સુધી યોજાનારી આ પરીક્ષા વધુ સંપૂર્ણ પારદર્શી રીતે યોજવા કડક આદેશો કર્યા છે. પરીક્ષામાં ગેરરીતિ સંદર્ભે થયેલા આક્ષેપો અંગે જે લોકોએ જાણકારી આપી છે તેને આવકારતા કહ્યુ કે, યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર કોઈપણ તત્વોને રાજ્ય સરકાર છોડવા માંગતી નથી ભુતકાળમાં પણ અમે ચાર્જશીટ સહિતના કડકમાં કડક પગલાઓ લીધા છે એટલે ભવિષ્યમાં પણ આવુ કદી ન બને એ માટે અમારૂ મન હંમેશ ખુલ્લુ છે. ક્યાંય પણ આવુ બનતુ હોય તો રાજ્ય સરકારનું ધ્યાન દોરવા તેમણે અપીલ પણ કરી છે.

ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર લીક કાંડ બહાર લાવનારા AAPના નેતા યુવરાજસિંહ દ્વારા વધુ એક મોટો ધડાકો કરીને કથિત આક્ષેપ કરાયો હતો. તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષમાં ઊર્જા વિભાગની થયેલી ભરતીપ્રક્રિયામાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. વિદ્યાર્થી આગેવાન અને આપના નેતા યુવરાજસિંહ દ્વારા આજે મંગળવારે ગાંધીનગરમાં ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે ઊર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી છે એમાં UGVCL, PGVCL, MGVCL, DGVCL એમ કુલ 5 વિભાગમાં ગેરરીતિ થઈ છે. યુવરાજસિંહના આ ધડાકાથી સરકાર પર ફરી પાછા માછલાં ધોવાઈ રહ્યાં છે. યુવરાજસિંહે જણાવ્યું હતું કે “અમારી ટીમને કોઈ જાતિ, જ્ઞાતિ, વ્યવસાય કે અધિકારીઓ પ્રત્યે કોઈ રાગદ્વેષ નથી. અમે ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓનાં હિતમાં રાખીને અમે રજૂઆત કરીએ છીએ. છેલ્લાં 3 વર્ષમાં ઊર્જા વિભાગની ભરતીમાં મોટે પાયે કૌભાંડ આચરવામાં આવ્યું છે. અત્યારે અલગ અલગ કેન્દ્રો પર ભરતી ચાલી રહી છે.

 

 

Exit mobile version