Site icon Revoi.in

મુસ્લિમ લીગવાળા કટાક્ષ પર પીએમ મોદી વિરુદ્ધ ચૂંટણી પંચ પહોંચી કૉંગ્રેસ, કાર્યવાહીની કરી માગણી

Social Share

નવી દિલ્હી: કોંગ્રેસે લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ તરફથી આપવામાં આવેલા નિવેદનોની ફરિયાદ ચૂંટણી પંચને કરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના ઘોષણાપત્રને લઈને કહ્યુ હતુ કે આમા મુસ્લિમ લીગની છાપ જોવા મળી છે. હવે આની ફરિયાદને લઈને કોંગ્રેસ ચૂંટણી પંચના દરવાજે પહોંચી છે. પીએમ નરેન્દ્ર મોદીએ ગત સપ્તાહે અજમેર અને સહારનપુરની રેલીઓમાં કહ્યુ હતુ કે કોંગ્રેસે જે ઘોષણાપત્ર બનાવ્યું છે, તેમા પણ મુસ્લિમ લીગની છાપ છે. કોંગ્રેસને આજે પણ દેશના લોકોની જરૂરિયાત સાથે કોઈ લેવાદેવા નથી. આ સિવાય પીએમ મોદીએ કહ્યુ હતુ કે કોંગ્રેસ હવે વદારે બચી નથી, પંરતુ જે પણ છે, તેમાં ડાબેરીઓનો કબજો છે.

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટ્વિટ કરીને જણાવ્યુ ચે કે મારા સાથીદારો સલમાન ખુર્શિદ, મુકુલ વાસનિક, પવન ખેડા, ગુરદીપ સપ્પલે ચૂંટણી પંચની મુલાકાત લીધી છે અને 6 ફરિયાદો નોંધાવી છે. તેમાથી બે ફરિયાદો ખુદ પીએમ મોદી વિરુદ્ધ છે. તેમણે આગળ લખ્યુ છે કે આ સમય છે, જ્યારે ચૂંટણી પંચે જોવું જોઈએ કે તે સ્વતંત્ર છે. તેને ચૂંટણીમાં તમામ પક્ષોનો મુકાબલો કરવા માટે સમાન અવસર પ્રદાન કરવા જોઈએ. અમને આશા છે કે પોતાની બંધારણીય સ્વાયત્તતા ચૂંટણી પંચ દર્શાવશે.

તેમણે કહ્યુ છે કે અમે પોતાના તરફથી દરેક મંચ પર વાત રજૂ કરશે. સલમાન ખુર્શિદે કહ્યુ છે કે પીએમનું ભાષણ સાંભળી અમને ઘણું દુખ થયું. તેમણે અમારા ઘોષણાપત્ર બાબતે જે કહ્યુ છે, તે ખોટું છે. અમને તેનાથી દુખ પહોંચ્યું. તમે કોઈપણ દળની સાથે વાત કરી શકો છો. તેમની નીતિઓ પર તર્ક કરી શકે છે અને સવાલ ઉઠાવી શકે છે. પરંતુ દેશની આઝાદીમાં હિસ્સો લેનારી એક પાર્ટી પર આ પ્રકારના નિવેદન આપવા ઠીક નથી.

ખુર્શિદે કહ્યુ છે કે તે એવા મેનિફેસ્ટોને જૂઠ્ઠાણાઓનો ગુલદસ્તો ગણાવી રહ્યા છે, તેમાં જનતાના હિતની વાત લખી છે. અમે ઘણો સારો મેનિફેસ્ટો તૈયાર કર્યો છે. તેમણે કહ્યુ છે કે પીએમને આ પ્રકારની વાતો કરવાનો કોઈ અધિકાર નથી. અમે આ મામલો ચૂંટણી પંચમાં ઉઠાવ્યો છે અને કહ્યુ છે કે મામલાની ગંભીરતાને જોતા કાર્યવાહી કરવામાં આવે.