Site icon Revoi.in

રાજકારણમાં રાહુલ ગાંધીના પ્રવેશ બાદ 99 ચૂંટણીમાં કોંગ્રેસનો થયો પરાજય

Social Share

નવી દિલ્હી, 5 મે 2026: પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીની સમવારે પરિણામ જાહેર થયાં હતા. જેમાં કોંગ્રેસને માત્ર કેરલમાં સફળતા મળી છે. જ્યારે પશ્ચિમ બંગાળ સહિતના ચાર રાજ્યોમાં કોંગ્રેસનું ફરી એકવાર ધોવાણ થયું છે. આમ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીના રાજનીતિમાં પ્રવેશ બાદ દેશભરમાં યોજાયેલી લોકસભા અને વિવિધ વિધાનસભાની ચૂંટણીઓમાં આ 99 વખત હારનો સામનો કોંગ્રેસનો કરવો પડ્યો છે. દેશના રાજકારણમાં રાહુલ ગાંધી બે દાયકામાં સક્રિય છે અને કોંગ્રેસના મુખ્ય નેતાના રૂપે સક્રિય રહ્યાં છે. માર્ચ 2004માં તેમણે રાજનીતિમાં પ્રવેશ કર્યાં બાદ કોંગ્રેસમાં મહત્વની જવાબદારીઓ નિભાવી છે, એટલું જ નહીં લોકસભાની ચૂંટણીઓમાં સમગ્ર દેશમાં ચૂંટણીપ્રચાર કરવા માટે પ્રવાસે કરે છે આ ઉપરાંત જે તે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ પ્રચાર-પ્રસારમાં તેની મહત્વની ભૂમિકા રહી છે.

રાહુલ ગાંધીના કોંગ્રેસમાં પ્રવેશ બાદ કોંગ્રેસને વર્ષ 2014, 2018 અને 2024માં હારનો સામનો કરવો પડ્યો છે. આવી જ રીતે વિધાનસભા ચૂંટણીઓની વાત કરીએ તો જમ્મુ-કાશ્મીરમાં 2014, પંજાબમાં 2007, 2012 અને 2022, હરિયાણામાં 2014, 2019 અને 2024, દેશની રાજધાની દિલ્હીમાં 2013, 2015, 2020 અને 2025, ગુજરાતમાં 2007, 2012, 2017 અને 2022, રાજસ્થાનમાં 2013 અને 2023, મહારાષ્ટ્રમાં 2014, 2019 અને 2024, ગોવામાં 2012, 2017 અને 2022, કર્ણાટકમાં 2004, 2008 અને 2018, કેરલમમાં 2006, 2016 અને 2021, મધ્યપ્રદેશમાં 2008, 2013, 2018 અને 2023માં કોંગ્રેસ હાર્યું હતું.

તેલંગાણામાં 2014 અને 2018, આંધ્રપ્રદેશમાં 2014, 2019 અને 2024, પુંડુચેરીમાં 2011, 2021 અને 2026, તમિલનાડુમાં 2011, 2016 અને 2026, હિમાચલ પ્રદેશમાં 2007 અને 2017, ઉત્તરાખંડમાં 2007, 2017 અને 2022, સિક્કિમમાં 2004, 2009, 2014, 2019 અને 2024, ઉત્તરપ્રદેશમાં 2007, 2012, 2017 અને 2022, બિહારમાં 2005, 2010, 2020 અને 2025, પશ્ચિમ બંગાળમાં 2006, 2016, 2021 અને 2026, અરૂણાચલ પ્રદેશમાં 2019 અને 2024, અસમમાં 2016, 2021 અને 2026, નાગાલેન્ડમાં 2008, 2013, 2018 અને 2023, મણિપુરમાં 2017 અને 2022માં કોંગ્રસને પરાજય મળ્યો હતો.

મિઝોરમમાં 2018 અને 2023, ત્રિપુરામાં 2008, 2013, 2018 અને 2023, મેઘાલયમાં 2018 અને 2023, ઝારખંડમાં 2005, 2009 અને 2014, ઓડિશામાં 2004, 2009, 2014, 2019 અને 2024 આવી જ રીતે છત્તીસગઢમાં 2008, 2013 અને 2023માં કોંગ્રેસ હાર્યું હતું. જો કે, હાલ કર્ણાટક અને તેલંગાણામાં કોંગ્રેસની સરકાર છે એટલું જ નહીં કેરલમમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધનની જીત થઈ છે.

આ પણ વાંચોઃ ઉત્તર ભારત સહિત 15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

Exit mobile version