Site icon Revoi.in

મોદી સરકારની રશિયા-યુક્રેન યુદ્ધ સંબંધિત જાહેરાત હટાવવાની માગણી, ચૂંટણી પંચ પહોંચી કોંગ્રેસ

Social Share

નવી દિલ્હી: કોંગ્રેસના એક ડેલિગેશને ગુરુવારે મુખ્ય ચૂંટણી કમિશનર સાથે મુલાકાત કરી અને ભાજપે ચૂંટણી પ્રચારની જાહેરાત સામે વાંધો વ્યક્ત કર્યો. પાર્ટીએ આને લઈને ચૂંટણી પંચ સમક્ષ પોતાની ફરિયાદ પણ કરી. પાર્ટીના નેતા સુપ્રિયા શ્રીનેતે કહ્યું છે કે અમે ભાજપના રશિયા-યુક્રેન યુદ્ધવાળા વિજ્ઞાપનને લઈને ફરિયાદ કરી છે અને જલ્દીથી જાહેરાત હટાવવાની માગણી કરી છે.

કોંગ્રેસે ભાજપની નવ જાહેરાતો અને પેટ્રોલ-પંપો તથા મહાનગરો સહીતના જાહેર સ્થાનો પર લાગેલા મોદીની ગેરેન્ટીવાળા બેનરોના ઉપયોગ પર વાંધો વ્યક્ત કર્યો છે.

ચૂંટણી પંચ સાથે મુલાકાત બાદ મીડિયા સાથેની વાતચીતમાં ડેલિગેશનના સદસ્ય સલમાન ખુર્શિદે કહ્યુ છે કે અમે ચૂંટણી પંચ સમક્ષ પોતાના વાંધા લઈને ગયા હતા. અમે જણાવ્યુ કે ભાજપ કેવી રીતે પ્રચાર કરી રહ્યુંછે.ભાજપની જાહેરાતોએ ઘણાં લોકોને ધક્કો પહોંચાડયો છે. અમે દેશમાં ઠેરઠેર સરકારોના કામોની જાહેરાતો સામે વાંધો વ્યક્ત કર્યો છે, કારણ કે આ બધો પ્રચારનો હિસ્સો હોઈ શકે નહીં. અમે ચૂંટણી પંચને એ પણ કહ્યું છે કે ક્યારેક-ક્યારેક વાંધાજનક પ્રચારની ફરિયાદ બાદ પ્લેટફોર્મ્સથી તેને હટાવી લેવામાં આવે છે, તો તેના પર તેઓ શું કરશે?

કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું છે કે કોંગ્રેસ દ્વારા ભાજપની જે ભ્રામક જાહેરાતો પર વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે, તેમાં 2જી સાથે સંબંધિત જાહેરાત જેમાં કોર્ટે ચુકાદો આપ્યો છે કે 2જીમાં કઈપણ થયું નથી, એકજાહેરાત જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પીએમ મોદીએ યુદ્ધ રોકાવી દીધું આ પણ નકલી છે.

કોંગ્રેસે જે મુદ્દાઓ પર ચૂંટણી પંચ સામે વાંધો વ્યક્ત કર્યો તેમાં આ પણ સામેલ છે-

ભાજપે 2જી પર એક વીડિયો જાહેર કર્યો, જે સંપૂર્ણપણે અયોગ્ય છે

રશિયા-યુક્રેન યુદ્ધ રોકાવાના દાવાવાળો વીડિયો

વિજ્ઞાપનમાં સેનાનો ઉપયોગ

મોદીની ગેરેન્ટી જેવી જાહારેત

ભાજપના સ્ટેટ યૂનિટ દ્વારા નાખવામાં આવેલી વાંધાજનક પોસ્ટ

પીએમ મોદી દ્વારા ધર્મ અને ધાર્મિક વાતોનો કટાક્ષ તરીકે ઉપયોગ

સાંસદ શોભા કરંદજાલેનું તમિલનાડુ સાથે જોડાયેલું નિવેદન

સુપ્રિયા શ્રીનેતે કહ્યું છે કે અમે શોભા કરંદલાજેના નિવેદનો પર પણ વાંધો વ્યક્ત કર્યો, ભ્રામક જાહેરાત, નકલી ખબરોનો સામનો કરવાની જરૂરત છે. પીએમ મોદી અવસોરની તલાશમાં છે.તેમણે કહ્યુ છે કે ભ્રમિત કરનારી જાહેરાત, ફેક ન્યૂઝ અને આચારસંહિતાના ઉલ્લંઘન પર ચૂંટણી પંચ આકરી કાર્યવાહી કરશે.

મહત્વપૂર્ણ છે કે કેટલાક સમય પહેલા ભાજપે પોતાની એક ચૂંટણી જાહેરાતનો વીડિયો જાહેર કર્યો હતો. આ વીડિયોમાં રશિયા-યુક્રેન યુદ્ધ સમયે ભારત પાછા ફરી રહેલા સ્ટૂડન્ટ્સ દેખાય છે. તેમાં એક યુવતી તેના પિતાને કહી રહી છે કે પાપા મોદીજીએ વૉર થંભાવી દીધું અને અમારી બસ નીકળી.