નવી દિલ્હી, 27 જૂન, 2026 – ઓપરેશન સિંદૂરના હુતાત્માઓ અંગે અપપ્રચાર કરવાની કોંગ્રેસની ચાલ ખૂલ્લી પડી છે. રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઘણીવાર તથ્યોની ચકાસણી કર્યા વિના જ આક્ષેપો કરી દેવામાં આવે છે. આવું જ કંઈક કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાએ કર્યું છે. પવન ખેડાએ ઇન્ડિયા ટુડેના સમાચાર શેર કરીને મોદી સરકાર પર ‘ઓપરેશન સિંદૂર’ના વીર બલિદાનીઓના નામ છુપાવવાનો એક ગંભીર આક્ષેપ કર્યો. ગઈકાલ સુધી તમામ મોટી મીડિયા ચેનલોની હેડલાઇન પણ આ જ હતી કે, પ્રથમ વખત ‘જાહેર કરાયા 6 બલિદાનીઓના નામ’. પરંતુ જ્યારે આ દાવાની તપાસ કરવામાં આવી ત્યારે સત્ય કંઈક અલગ જ નીકળ્યું.
વાસ્તવમાં, જે બલિદાનીઓના નામ સરકાર દ્વારા છુપાવવાનો દાવો પવન ખેડા કરી રહ્યા છે, તે નામ પહેલાથી જ દેશની સામે હતા. સંરક્ષણ મંત્રાલય અને ભારતીય સેનાએ તેમના સર્વોચ્ચ બલિદાનના તુરંત બાદ જ પૂરા સન્માન સાથે તેની માહિતી જાહેર કરી હતી. તાજેતરમાં સરકારે માત્ર આ નામોને નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની સત્તાવાર દીવાલ અને વેબસાઇટ પર અંકિત કરાવ્યા છે, જેને કોંગ્રેસના નેતાએ ‘નામ છુપાવવા’નો રાજકીય રંગ આપી દીધો.
કોંગ્રેસ નેતા પવન ખેડાનો આક્ષેપ
પવન ખેડાએ સોશિયલ મીડિયા પર ‘ઓપરેશન સિંદૂર’માં દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા 6 જાંબાઝોની યાદી શેર કરી. આ નામોમાં સુબેદાર મેજર પવન કુમાર, રાઇફલમેન સુનીલ કુમાર (વીર ચક્ર), લાન્સ નાયક દિનેશ કુમાર, એવિએશન ટેકનિશિયન મૂડ મુરલીનાયક, હવલદાર સુનીલ કુમાર સિંહ અને સાર્જન્ટ સુરેન્દ્ર કુમાર (વાયુસેના મેડલ) સામેલ હતા.
1. Subedar Major Pawan Kumar of Headquarters 10 Infantry Brigade
2. Rifleman Sunil Kumar, Vir Chakra, of 4 Jammu and Kashmir Light Infantry,
3. Lance Naik Dinesh Kumar of 5 Field Regiment
4. Aviation Technician Mood Muralinaik of 851 Light Regiment,
5. Havildar Sunil… https://t.co/awZ9EPGn1y— Pawan Khera 🇮🇳 ಪವನ್ ಖೇರಾ (@Pawankhera) June 26, 2026
આ નામો પોસ્ટ કરતા પવન ખેડાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે લખ્યું કે આ બહાદુર દીકરાઓએ પહલગામ હુમલા પછી દેશના સન્માન અને આપણી બહેનોના સિંદૂરની રક્ષા કરતા પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા. તેમના નામ રાષ્ટ્રીય ચેતનામાં અંકિત થવા જોઈતા હતા. પરંતુ, ભાજપ સરકારે પૂરા એક વર્ષ સુધી દેશથી તેમના સર્વોચ્ચ બલિદાનને છુપાવી રાખ્યું. તેમણે આગળ સરકારના રાષ્ટ્રવાદ પર સવાલ ઉઠાવતા લખ્યું કે જે સરકાર પોતાને તિરંગામાં લપેટે છે, તેણે આપણા નાયકોને તે સન્માન અને ઓળખ ન આપી જેના તેઓ હકદાર હતા.
ફેક્ટ ચેકમાં શું બહાર આવ્યું સત્ય?
જ્યારે આ દાવાનું ફેક્ટ ચેક કરવામાં આવ્યું ત્યારે પવન ખેડાના આક્ષેપો સંપૂર્ણપણે નિરાધાર અને ખોટા સાબિત થયા. ભારતીય સેના, વાયુસેના અને સંરક્ષણ મંત્રાલયના સત્તાવાર રેકોર્ડ્સ દર્શાવે છે કે આ વીર જવાનોના સર્વોચ્ચ બલિદાનને ક્યારેય છુપાવવામાં આવ્યું જ નહોતું. જ્યારે મે 2025 માં પાકિસ્તાન અને પીઓકેમાં આતંકી ઠેકાણાઓને તબાહ કરવા માટે ‘ઓપરેશન સિંદૂર’ ચલાવવામાં આવ્યું હતું, ત્યારે જ સેનાએ સમયસમય પર આ જાંબાઝોના સર્વોચ્ચ બલિદાનની માહિતી દેશને આપી હતી. ચાલો સિલસિલાવાર રીતે જોઈએ કે સત્ય શું છે.
Air Chief Marshal AP Singh along with Mrs Sarita Singh paid a visit to village Mehradasi in Jhunjhunu district, Rajasthan, hometown of late Sgt Surendra Kumar, who laid down his life in the line of duty during Op Sindoor. At his home, they met his mother Mrs Nanu Devi, wife Mrs… pic.twitter.com/i5tNtPeTaP
— Indian Air Force (@IAF_MCC) August 13, 2025
#GOC and all ranks of #WhiteKnightCorps salute the unwavering courage of #Braveheart Subedar Major Pawan Kumar, who made the supreme sacrifice during #OpSindoor.
His valour and dedication to duty will always be remembered.
We continue to stand with the bereaved family in their…— White Knight Corps (@Whiteknight_IA) May 16, 2025
#WATCH | J&K: Mortal remains of Rifleman Sunil Kumar brought to his residence in Trewa village of Jammu. He lost his life in the line of duty, during the shelling by Pakistan, in RS Pura sector. pic.twitter.com/HEqzE81Ux0
— ANI (@ANI) May 11, 2025
આ તમામ સત્તાવાર પુરાવાઓથી એ સંપૂર્ણપણે સ્પષ્ટ થાય છે કે આ 6 વીરોના નામ અને તેમના સર્વોચ્ચ બલિદાનની ગાથા એક વર્ષ પહેલા એટલે કે વર્ષ 2025 માં જ દેશની સામે આવી ચૂકી હતી. સરકારે માત્ર આ સૈન્ય નુકસાનને સત્તાવાર રીતે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની ડિજિટલ અને વાસ્તવિક દીવાલો પર હંમેશ માટે અંકિત કર્યું છે, જે એક નિયત પ્રક્રિયાનો ભાગ છે.
પાયાવિહોણા આક્ષેપો કરવાની નકારાત્મક આદત
આ સમગ્ર મામલાથી એક વાત ફરી સાબિત થઈ ગઈ છે કે કેટલાક નેતાઓને ફેક્ટ ચેક કરવાની આદત જ નથી હોતી. હેડલાઇન્સ મેળવવા અને સરકારને ઘેરવાની ઉતાવળમાં પાયાના તથ્યોને પણ જોવાનું જરૂરી સમજવામાં આવતું નથી. દેશની સુરક્ષા અને સૈનિકોના સર્વોચ્ચ બલિદાન જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર પણ વિચાર્યા વિના રાજકારણ રમવું અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. જો આક્ષેપ કરતા પહેલા ભારતીય સેના કે સંરક્ષણ મંત્રાલયના સોશિયલ મીડિયા હેન્ડલ્સ તપાસવામાં આવ્યા હોત, તો કદાચ આવી સ્થિતિ ન સર્જાત. પરંતુ જોયા વગર, ચકાસ્યા વગર આક્ષેપો મઢી દેવા એ આજની કોંગ્રેસની રાજનીતિનું નવું સાધન બની ચૂક્યું છે.

