Site icon Revoi.in

કોથમીર માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતી, સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે છે ગુણકારી

Social Share

ખૂબ જ ઓછા માણસો જાણતા હશે કે કોથમીરની અંદર વિટામિન એ, બી, સી, કે, કેલ્શિયમ, ફાસ્ફોરસ, પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. આ પોષક તત્વો આપણા શરીરને તંદુરસ્ત રાખવાની સાથે આપણી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત કરે છે. આવો જાણીએ કોથમીર ખાવાથી કયા-કયા ફાયદા થાય છે.

લિવર સાથે જોડાયેલી સમસ્યાઓ માટે કોથમીર ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કોથમીરમાં પૂરતી માત્રામાં એલ્કલૉઇડ અને ફ્લેવોનૉઇડ્સ હોય છે. આ તત્વ પિત્ત વિકાર અને કમળા જેવી લિવરની બિમારીઓને મટાડવામાં મદદ કરે છે.

કોથમીરના સેવનથી લોકોને પાચન તંત્રમાં ગડબડ અને આંતરડાની બિમારીમાંથી રાહત મળે છે. જેનાથી તમારું પેટ ફિટ રહે છે અને ભૂખ પણ ઓછી લાગે છે.

કોથમીરની અંદર એન્ટીઓક્સિડેન્ટ હોય છે. તે ફ્રી રેડિકલથી થનારા સેલ્યુલર ડેમેજને રોકે છે. કોથમીરના નિયમિત સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.

 

Exit mobile version