Site icon Revoi.in

કોરોનાએ લોકોને કર્યાં સજાગઃ ઓક્સિજન આપતા છોડની માગમાં 50 ટકાનો વધારો

Social Share

અમદાવાદઃ ગુજરાતની કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલમાં બેડની અછત સર્જાવાની સાથે ઓક્સિનની અછત સર્જાઈ હતી. તેમજ કોરોના પીડિત દર્દીઓના પરિવારજનોએ ઓક્સિજનની બોટટલ માટે દોડધામ કરી હતી. કોરોનાની બીજી લહેરે લોકોને સજાગ બનાવ્યાં છે. જેથી હવે લોકો ઘરની ગેલરી અને ખુલ્લી જગ્યામાં ઓક્સિજન આપતા છોડનું વાવેતર કરતા થયાં છે. એક અંદાજ અનુસાર ઓક્સિજન આપતા છોડની માગમાં 50 ટકાનો વધારો થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઓક્સિજન આપતા એરિકા પામ, સ્પાઇડર પ્લાન્ટ , પીપળો લીમડો, વડલો, રબર પ્લાન્ટ વગેરે જેવા છોડની માંગ વધી છે અને આ છોડ માટે રૂ. 60થી 3000 સુધી ખર્ચ કરી રહ્યાં છે. હવે શુદ્ધ ઓકિસ્જન માટે લોકો પોતાના ઘરની બાલ્કની અને અગાસીમાં ઓક્સિજન આપતા છોડ વાવી રહ્યા છે. બીજી ઇંધણના ભાવ વધતા અન્ય રાજ્યોમાંથી આવતા છોડના ભાવમાં રૂ. 50નો વધારો થયો છે. ઓકસિજન આપતા તથા અન્ય ફુલછોડ પુના, આંધ્રપ્રદેશ, લાવવામાં આવે છે. પરંતુ ઈંધણના ભાવમાં થયેલા વધારાને પગલે ટ્રાન્સપોર્ટેશન ખૂબ મોંઘું બન્યું છે. જેની સીધી અસર ફૂલ છોડની કિંમત પર પડી છે. ફૂલછોડના ભાવમાં 40 થી 50 ટકાનો વધારો થયો હોવાનું જાણવા મળે છે. બીજી તરફ કોરોના કાળમાં રોગપ્રતિકારક શક્તિ અને વિટામિન્સ વધારતા ફળ જેવા કે મોસંબી, સીતાફળ, અંજીર, દાડમ, જાંબુ, મોટા બોર વગેરેનું વેચાણ વધ્યું છે.

ગુજરાતમાં કોરોના વાયરસે લોકોની જીવનશૈલી બદલી નાખી છે. હવે લોકો સેનેટાઈઝર અને માસ્કનો ઉપયોગ કરતા થયાં છે. આ ઉપરાંત ભીડ-ભાડવાળી જગ્યાએ પણ જવાનું ટાળી રહ્યાં છે.