Site icon Revoi.in

યુપીમાં આવતીકાલથી કોરોના ટેસ્ટીંગ મોટા પાયે થશે શરૂ, સીએમ યોગીએ ટીમ -9 ની બેઠકમાં આપી સૂચના

Social Share

ઉતરપ્રદેશ : દેશભરમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. ત્યારે ઉતરપ્રદેશમાં વધતા કોરોના વાયરસના કેસો પર લગામ લગાવવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે કોવિડ 19 માટે બનાવેલી ટીમ -9 સાથે બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ અનેક માર્ગદર્શિકા આપી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે,ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણને રોકવું પડશે. ત્યાં વધુ જાગૃત રહેવાની જરૂર છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે,પંચાયતની ચૂંટણીની મતગણતરી બાદ 4 મે થી રાજ્યમાં કોરોના ટેસ્ટીંગ અભિયાન મોટા પાયે હાથ ધરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે તમામ 97 હજાર રાજસ્વ ગામોમાં કોવિડ ટેસ્ટીંગ મોટા પાયે ચલાવવામાં આવશે.જે લોકો અસ્વસ્થ છે તેઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવે અને જરૂરત પડવા પર હોસ્પિટલમાં દાખલ કરવા જોઈએ.

આ પણ આપ્યા નિર્દેશ

1.મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો છે કે, કોરોનાના વધતા કેસોને રોકવા માટે ગાઈડ લાઈનનું પાલન કરે,સોશિયલ ડિસ્ટન્સ જાળવવો, તમારા હાથને સેનિટાઇઝ કરો અને ગ્લોવ્સ અને માસ્કનો ઉપયોગ કરો.

2.મુખ્યમંત્રીની સૂચનાથી રાજ્યભરના રાજસ્વ ગામોમાં મેડિકલ કીટ ઉપલબ્ધ કરાવવી જોઇએ. ત્રિ-સ્તરની પંચાયત સામાન્ય ચૂંટણી -2021 ની મતગણતરી સમાપ્ત થયા પછી તરત જ ટીમને તમામ ગ્રામ પંચાયતોમાં મોકલવી અને 5 દિવસીય રાજ્યવ્યાપી સ્ક્રિનિંગ ઝુંબેશ હાથ ધરવી જોઈએ.

૩.કાર્યક્રમમાં એન્ટિજેન ટેસ્ટ ડોર ટુ ડોર કરાશે. ખાસ કરીને જેમને શરદી,ઉધરસ,તાવના લક્ષણો છે. આવા લોકોની શોધ કરીને ટેસ્ટ કરવામાં આવશે.

4.મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો છે કે, આંતરરાજ્યીય બસ સેવા 15 દિવસ માટે બંધ રહેશે. UPSRTC બસ ફક્ત રાજ્યમાં ચાલશે.

5.મુખ્યમંત્રીએ કહ્યું કે,રાજ્યમાં રેમેડેસિવિરની અછતને પૂરી પાડવામાં આવી રહી છે. જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા છે.

6.મુખ્યમંત્રીએ ટીમ -9 ની બેઠકમાં કહ્યું કે, રાજ્યના તમામ જિલ્લાઓમાં બેડની સંખ્યા બમણી કરવી જોઈએ. લખનઉની રામ મનોહર લોહિયા હોસ્પિટલે પણ બેડની સંખ્યા વધારવાનો નિર્દેશ આપ્યો છે. કેજીએમયુમાં ટૂંક સમયમાં કોરોના દર્દીઓ માટે 150 બેડ હશે.

7.મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો છે કે, રાજ્યમાં કોરોના અટકાવવા માટે લાદવામાં આવેલા સાપ્તાહિક લોકડાઉન અને નાઇટ કર્ફ્યુનો અસરકારક અમલ થવો જોઈએ.