Site icon Revoi.in

કોરોનાનો ‘કોવિડ-22’ વેરિયન્ટ એ ‘ડેલ્ટા વેરિએન્ટ’ કરતા પણ ખતરનાકઃ તજજ્ઞોએ વ્યક્ત કરી આશંકા

Social Share

દિલ્હીઃ કોરોના વાયરસની મહામારીની ત્રીજી લહેરની તૈયારીઓ વચ્ચે તજજ્ઞોએ હવે 2022માં નવા કોરોના વેરિએન્ટને લઈને ચેતવણી આપી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઈમ્યુનોલોજિસ્ટ પ્રોફેસર ડો. સાઈ રેટ્ટે કહ્યું છે કે, પ્રજાએ આ નવા વેરિએન્ટ માટે તૈયાર રહેવું જોઈએ, કારણ કે આ એક મોટો ખતરો સાબિત થઈ શકે છે. આ ડેલ્ટા વેરિએન્ટથી પણ ખતરનાર હોઈ શકે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ડો. સાઈ રેડ્ડી વૈજ્ઞાનિક છે. તેમણે કહ્યું હતું કે, કોવિડ-22 હવે જે અમે જોઈ રહ્યાં છીએ તેનાથી ખરાબ હોઈ શકે છે. જો એવું કોઈ સ્વરૂપ દેખાય છે તો આપણે તેને ઝડપથી ઓળખવો પડશે અને રસીનું ઉત્પાદન કરનાર કંપનીઓએ રસીમાં ઉપયોગમાં લેવો પડશે. આ નવા સંસ્કરણનું બહાર આવવું જોખમી છે. આપણે આના માટે તૈયાર રહેવુ પડશે.

એક વાયરસનું વિકસિત થવું સ્વભાવિક છે અને આ માટે વિશેષજ્ઞોની ચેતવણી પણ આપી છે કે, ભવિષ્યમાં પણ કોવિડના વેરિએન્ટ વધતા રહેશે. બ્રિટેન સરકારને સલાહ આપનારા વૈજ્ઞાનિકોના ગ્રુપે 30મી જુલાઈના પ્રકાશિત પેપરમાં કહ્યું હતું કે, કોવિડ વધારે ઘાતક થવાની પ્રબળ શકયતા છે.

ક્રેમ્બિઝ યુનિવર્સિટીના કન્સલ્ટેંટ વાયરોલોજિસ્ટ અને લેકચરર ડો. ક્રિસ સ્મિથએ જણાવ્યું હતું કે, અમે અત્યારે એ વાતથી સમહત છીએ કે મહામારી ત્યાં સુધી ખતમ નથી જ્યાં સુધી દુનિયાના દરેક ખુણામાં ખતમ ના થઈ જાય, કારણ કે તેના પરત આવવાની શકયતાઓ વધારે રહે છે. અમારી દરેક વેરિએન્ટ ઉપર નજર છે. રસીનો પ્રભાવ ધીમે-ધીમે ખતમ થવાની શકયતાને જોતા આ વાયરસને અટકાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જવાની શકયતા છે.