Site icon Revoi.in

ભારત પાકિસ્તાન વચ્ચે હાલમાં ક્રિકેટ મેચ શક્ય નથી: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા ચેરમેન રમીઝ રાજા

Social Share

દિલ્લી: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં હાલમાં જ નિયુક્ત થયેલા ચેરમેન રમીઝ રાજાએ સોમવારે ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ પર સ્થિતિ જણાવી છે, તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં તો ક્રિકેટ મેચ શક્ય જ નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા આ બાબતે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવામાં આવશે નહી.

રમીઝ રાજા દ્વારા સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય તણાવને કારણે ક્રિકેટ પર અસર પડી છે. આ માટે અત્યારે ભારત-પાકિસ્તાનની મેચ વિશે વિચારવામાં આવી રહ્યું નથી કારણ કે લોકલ ક્રિકેટ પર પણ ધ્યાન આપવાનું છે.

જો કે ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા પણ સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે ક્રિકેટ અને આતંકવાદ એક સાથે ચાલી શકશે નહી. પાકિસ્તાનને પહેલા આતંકવાદી પ્રવૃતિઓને બંધ કરવી પડશે અને પછી બે દેશ વચ્ચે ક્રિકેટ રમાઈ શકે છે. મુંબઈમાં વર્ષ 2008માં થયેલા આતંકવાદી હૂમલા પછી ભારત એશિયાકપ અને આઈસીસીની ટૂર્નામેન્ટમાં જ પાકિસ્તાન સાથે ક્રિકેટ રમે છે. પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ વર્ષ 2007માં બેંગ્લોરમાં ટેસ્ટ મેચ રમાઈ હતી.

પાકિસ્તાનની ટીમ દ્વારા વર્ષ 2012-13માં પણ ભારતમાં ત્રણ મેચની વન-ડે સીરિઝ રમાઈ હતી.

આવનારા ટી-20 વર્લ્ડકપમાં 24 ઓક્ટોબરના રોડ ભારત-પાકિસ્તાનની ટીમ રમવાની છે, તેના પર રમીઝ રાજાએ કહ્યું કે અમારી ટીમ મેચ રમવા માટે 100 ટકા તૈયાર છે અને સક્ષમ છે. અને આ વખતે સારું પરિણામ લાવે તેવી આશા છે.

જો કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન રમીઝ રાજાએ હાલની પોતાના કામને સૌથી અઘરું કામ બતાવ્યું છે. તેમણે કહ્યું કે આ ખુબ મોટી ચેલેંજ છે અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન દ્વારા આ જવાબદારી મને સોંપવામાં આવી છે.