Site icon Revoi.in

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પુષ્પા ફિલ્મના અલ્લુ અર્જુનનો લુક રિક્રિએટ કર્યો

Social Share

દિલ્હીઃ દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના સુપર સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા દર્શકોને પસંદ આવી રહી છે.  આ ફિલ્મની અસર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પર પણ જોવા મળી રહી છે. તેણે ફિલ્મમાંથી અલ્લુ અર્જુનનો લુક રિક્રિએટ કરીને તેની તસવીર શેર કરી છે. આ ફોટો જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના વખાણ કરી રહ્યા છે. રવિન્દ્રની પોસ્ટ પર અલ્લુ અર્જુનની કોમેન્ટ પણ જોવા મળી હતી. અલ્લુની કમેન્ટ લોકો પંસદ કરી રહ્યાં છે. જાડેજાએ ફિલ્મનો ડાયલોગ લખ્યો છે સાથે જ સ્મોકિંગને લગતું ડિસ્ક્લેમર પણ આપ્યું છે. રવિન્દ્ર જાડેજાની આ પોસ્ટને અત્યાર સુધીમાં 15 લાખ લોકોએ લાઈક કરી છે. મજાની વાત એ છે કે અલ્લુ અર્જુનની આ કોમેન્ટને અત્યાર સુધીમાં 31 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની ફિલ્મ પુષ્પા જબરદસ્ત હિટ રહી છે. ફિલ્મ જોયા પછી આવતા લોકો અલ્લુ અર્જુનના સ્વેગ અને ડાયલોગ્સની નકલ કરી રહ્યા છે. ઈજામાંથી સાજા થઈ રહેલા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પણ ચાહકોને પોતાની જબરદસ્ત સ્ટાઈલ બતાવી છે. જાડેજાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. આમાં તે પુષ્પા ફિલ્મના અલ્લુ અર્જુનના લુકમાં જોવા મળી રહ્યો છે. આ સાથે તેણે કેપ્શન આપ્યું છે, શું તમે પુષ્પા નામને ફૂલને સમજ્યા હતા પરંતુ તે આગ છે. સોશિયલ મીડિયામાં ક્રિકેટર રવિન્ટ જાડેજાના ફોટોગ્રાફને લોકો ખુબ જ પસંદ કરી રહ્યાં છે. તેમજ વિવિધ કોમેન્ટ પણ કરી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાને હિન્દી ભાષામાં પણ રીલીઝ કરવામાં આવી છે.