Site icon Revoi.in

ભારતને સાઈબર ક્રાઈમના હુમલામાં રૂ. 1.24 લાખ કરોડનું નુકશાનઃ એનએસસીએસ રિપોર્ટ

Social Share

દિલ્હીઃ આધુનિક ટેકનોલોજી વપરાશની સાથે ગુનેગારો પણ આધુનિક થયાં હોય તેમ ગુનાખોરીમાં વધારો થયો છે. દરમિયાન એક વર્ષના સમયગાળામાં સાયબર હુમલામાં ભારતને લગભગ 1.24 લાખ કરોડનું નુકશાન થયું હોવાનો નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ સેક્રેટરી એટલે કે એનએસસીએસના રિપોર્ટમાં ખુલાસો થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ચીન દ્વારા થઇ રહેલી ઓનલાઇન માહિતીની ચોરી અને સાયબર હુમલાની ઘટનાઓને રોકવા માટે કેંદ્ર સરકાર ટુંક સમયમાં ટેક્નોલોજી ક્ષેત્રે નવા આદેશ જારી કરશે. દરમિયાન નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ સેક્રેટરી (એનએસસીએસ) દ્વારા જારી એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે સાબર હુમલા સૌથી વધુ થયા હોય તે ત્રણ દેશમાં ભારતનો પણ સમાવેશ થાય છે.’  2020માં ભારતને સાયબર એટેકમાં 1.24 લાખ કરોડનું નુકસાન થયું છે. ટેલિકોમ નેટવર્કના સોફ્ટવેર અને હાર્ડવેર કમ્પોનન્ટ્સના માધ્યમથી સૌથી વધુ સાયબર એટેક કરવામાં આવ્યા. હાલમાં પાકિસ્તાન ઉપરાંત ચીનના હેકર્સ દ્વારા સાયબર હુમલા વધી ગયા છે. જેઓનો મુખ્ય ટાર્ગેટ બેંકિંગ, ફાઇનાન્સ સેક્ટર છે.