Site icon Revoi.in

રાજ્યની સ્કૂલોમાં ધો-9 અને 11ના વર્ગો શરૂ કરવા કેબિનેટમાં લેવાશે નિર્ણયઃ શિક્ષણ મંત્રી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ધો-10 અને 12ના વર્ગો સ્કૂલમાં શરૂ કરવામાં આવ્યાં છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ ઘટતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે હવે ધો-9 અને 11ના વર્ગો ચાલુ કરવાનું સરકાર વિચારી રહી છે. આ અંગે તા. 27મી જાન્યુઆરીના રોજ મળનારી રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તેમજ રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ધોરણ 10-12ના વર્ગો શરૂ કર્યા બાદ વિદ્યાર્થી, વાલીઓ, શિક્ષકો અને શાળા સંચાલકો તેમ જ અધિકારીઓ પાસેથી ફીડબેક માગવામાં આવ્યા હતા. આ અંગે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન સાથે વિચારવિમર્શ કર્યા બાદ હવે આગામી સમયમાં ધો. 9-11 માટે નિર્ણય લેવામાં આવશે. રાજ્યમાં ધોરણ 9 -11ની શાળા શરૂ કરવા વિચારણા ચાલી રહી છે, જેની 27 જાન્યુઆરીએ મળનારી કેબિનેટ મીટિંગમાં ચર્ચા-વિચારણા કરવામાં આવશે. રાજ્યની શાળામાં સામાન્ય સ્થિતિ જોવા મળી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ધો-10 અને 12ના વર્ગો શરૂ થયા છે. બીજી તરફ શિક્ષણ વિભાગના અધિકારીઓએ શરૂ કરી દીધી છે. આ તરફ સુરતમાં સ્કૂસો શરૂ થયા બાદ તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ અને સ્કૂલ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ સહિત પાંચ વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા.