Site icon Revoi.in

વાતાવરણમાં આવેલા ફેરફારને પગલે ગીરની પ્રખ્યાત કેસર કેરી પર ખરણનું સંકટ

Social Share

અમદાવાદઃ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ કેરી રસિકો કેરીની રાહ જોતા હોય છે. ટૂંક સમયમાં ગીરની પ્રખ્યાત કેસર કેરીનું બજારમાં આગમન થવા જઈ રહ્યું છે. પરંતું બદલાતા વાતાવરણના કારણે કેરીમાં ખરણ આવ્યું છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખરણ એટલે કે આંબા પરથી મધ્યમ કદની કેરી ખરવા લાગી છે. સાથોસાથ વેજીટેટિવ ગ્રોથ આવવા થી નવી કુંપણો ફૂટવા લાગી છે આથી ખેડૂતો અને ઇજારદાર પરેશાન બન્યા છે.

દસ દિવસ પહેલા જે નાની કેસર કેરીના એક કિલોના ભાવ 50 થી 60 રૂપિયા હતો તે કેસર કેરી આજે પાંચ રૂપિયામાં ખેડૂતો પાસેથી વેપારી ખરીદી રહ્યા છે.ગત વર્ષ ની સરખામણીએ આ વખતે કેસર કેરી માર્કેટમાં માત્ર 40 ટકા આવે એવી સંભાવના ખેડૂતો અને ઇજારદારો વ્યક્ત કરી રહ્યા છે. તેથી આ વર્ષે બજારમાં કેરી ઓછી આવવાની સંભાવનાને કારણે કેસર કેરીનો ભાવ આસમાને પહોંચી શકે છે.

ઉનાળાના આગમ સાથે જ બજારમાં કેરીનું આગમન થયું છે. બીજી તરફ કેરીના રસીકો ગુજરાતની સુપ્રસિદ્ધ કેસર કેરીની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં આવેલા વાતાવરણમાં પલટો આવ્યો હતો, જ્યારે ગઈકાલે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેડૂતો ચિંતામાં ગરકાવ થયાં હતા.