Site icon Revoi.in

ખજૂરને પાણીની જગ્યાએ નારિયેળ તેલમાં પલાળી ખાલી પેટ ખાઓ, અઠવાડિયામાં દેખાશે આશ્ચર્યજનક ફાયદા

Social Share

નારિયેળ તેલમાં ખજૂર પલાળીને ખાવાથી શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. આ વાત થોડી અટપટી લાગી શકે છે. તેના ઘણાબધા ફાયદા વિશે જાણો.

હાલમાં જ સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાને કર્લી ટેલ્સને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે દરરોજ સવારે ખાલી પેટે નાળિયેર તેલમાં પલાળેલી ખજૂર ખાય છે.

ખજૂરમાં પ્રાકૃતિક ખાંડ હોય છે જે ખાવાથી શરીરને એનર્જી મળે છે. નાળિયેર તેલમાં મીડિયમ-ચેન ટ્રાઇગ્લિસરાઇડ્સ (MCTs) હોય છે. બંનેને સાથે ખાવાથી તમે આખો દિવસ એનર્જેટિક મહેસૂસ થઆય છે.

નાળિયેર તેલમાં લૌરિક એસિડ હોય છે જે તેને અંદરથી મજબૂત રાખવામાં મદદ કરે છે. ખજૂરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જે પાચન તંત્ર માટે સારું છે.

નાળિયેર તેલમાં સારી ચરબી (HDL) હોય છે. જે હૃદય રોગ માટે સારું છે. ખજૂરમાં હાજર પોટેશિયમ બીપીને કંટ્રોલમાં રાખે છે.

ખજૂરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે. તે હાડકાંને મજબૂત રાખવાનું કામ કરે છે. નાળિયેર તેલમાં વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે. કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે.

ખજૂરમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે અને તેને ખાવાથી શરીરને એનર્જી મળે છે. કારણ કે તેમાં સુક્રોઝ, ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ સહિત કુદરતી શર્કરા હોય છે.

Exit mobile version