Site icon Revoi.in

કાર ચલાવનારને પણ નહીં ખબર હોય કે ટાંકીમાં કેટલુ ફ્યૂલ જોઈએ? વાંચો કામની વાત

Social Share

જો તમે કાર ચલાવો છો તો તમને ખબર હશે કે માર્કેટમાં ઘણા પ્રકારના વાહનો ઉપલબ્ધ છે. જેવી કે હેચબેક, સેડાન અને એસયુવી વગેરે. જો કાર ફ્યૂલથી ચાલતી હોય તો તેમાં ફ્યૂલ પ્રમાણે પેટ્રોલ અને ડીઝલ ભરવામાં આવે છે. કાર ચલાવતા ઘણા લોકોને ખબર નથી હોતી કે કારની ટાંકીમાં કેટલું ફ્યૂલ રાખવું પડશે. આવી સ્થિતિમાં મોટા ભાગના લોકો પોતાની કારમાં એટલું જ ફ્યૂલ ભરે છે જેટલું તેઓને જરૂર હોય છે.

ટાંકીમાં ઓછુ ફ્યૂલ હોવાથી પડે છે અસર
કારની ટાંકીમાં ઓછું ફ્યૂલ રાખવાથી ક્યારેક એન્જિનમાં ફ્યૂલ મોકલનાર પંપ ઝડપથી ખરાબ થઈ જાય છે. આ કારણે કારના ઈલેક્ટ્રોનિક ફ્યુઅલ ઈન્જેક્શનમાં પણ સમસ્યા થઈ શકે છે. આવામાં, તમે કારમાં ઓછું ફ્યૂલ રાખો છો, તો કાર પર મોટી અસર પડી શકે છે. કારમાં યોગ્ય માત્રામાં ફ્યૂલ હશે તો કારનું એન્જિન તેની પૂરી ક્ષમતા સાથે કામ કરશે.

ઈલેક્ટ્રોનિક ફ્યૂલ ઈન્જેક્શન સિસ્ટમનું કામ
તમે જાણતા ના હોય તો જણાવીએ કે આજકાલની ગાડીઓમાં પ્રદૂષણ કંટ્રોલ કરવા માટે ઈલેક્ટ્રોનિક ફ્યૂલ ઈન્જેક્શન સિસ્ટમ આપવામાં આવે છે. આ સિસ્ટમ કારના ફ્યૂલના વપરાશને કંટ્રોલ કરે છે. સાથે જ કારમાંથી નિકળતા કાર્બનને ફિલ્ટર કરે છે. જો આ સિસ્ટમ ખરાબ થઈ જાય તો કારમાંથી ધુમાડા નિકળવા લાગે છે અને માઈલેજ પર પ્રભાવ પડે છે.

કારની ટાંકીમાં કેટલું હોવું જોઈએ ફ્યૂલ
કારની ટાંકીમાં કેટલું ફ્યૂલ રાખવું જોઈએ. સાચો જવાબ કારની ટાંકીના ચોથા ભાગનો છે, કારની ટાંકી 40 લિટરની હોય, તો કારમાં હંમેશા 10 લિટર ફ્યૂલ હોવું જોઈએ.

Exit mobile version