Site icon Revoi.in

ફિલ્મ અભિનેતા રાજપાલ યાદવની મુશ્કેલી વધી, ચેક બાઉન્સ કેસમાં સરન્ડર કરવા કર્યો નિર્દેશ

Social Share

નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી 2026: બોલીવુડના અભિનેતા રાજપાલ યાદવની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હી હાઈકોર્ટે ચેક બાઉન્સના કેસમાં અભિનેતા રાજપાલ યાદવ સામે આકરૂ વલણ અપનાવીને 4 ફેબ્રુઆરીએ સાંજના ચાર કલાક સુધીમાં સંબંધિત જેલના અધિકારી સામે સરેન્ડર થવા માટે નિર્દેશ કર્યો છે. કોર્ટે નિર્દેશ કર્યો છે. યાદવએ કોર્ટને આપેલા અનેક વાયદા તોડ્યાં છે તેમજ રકમ ચુકવી નથી. કોર્ટના મતે, આ પ્રકારનું વલણ ન્યાય પ્રક્રિયા પ્રત્યે બેદરકારી દર્શાવે છે. રાજપાલ યાદલને ટ્રાયલ કોર્ટે આપેલી સજા ભોગવવી પડશે.

ન્યાયમૂર્તિ સ્વર્ણ કાંતા શર્માએ જણાવ્યું હતું કે, રાજપાલ યાદવનો વ્યહાર બિલકુલ યોગ્ય નથી. અનેકવાર ચાન્સ આપવા છતા યાદવ ફરિયાદ કરનાર કંપનીને પૈસા આપવામાં નિષ્ફળ રહ્યાં છે. યાદવ વારંવાર કોર્ટને ભરોસો આપતા હતા કે રકમ ચુકવી દેવામાં આવશે. પરંતુ દર વખતે નિયત સમયે રકમ ચુકવવામાં આવતી ન હતી.

સુનાવણી દરમિયાન, રાજપાલ યાદવના વકીલે કોર્ટમાં રાહત માંગી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે અભિનેતા હાલમાં મુંબઈમાં તેમના વ્યાવસાયિક કામમાં વ્યસ્ત છે. જોકે, કોર્ટે આ દલીલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ કેસમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, હેઠળ ચેક બાઉન્સ થવાનો સમાવેશ થાય છે. ટ્રાયલ કોર્ટે અગાઉ રાજપાલ યાદવ અને તેમની પત્નીને દોષિત ઠેરવ્યા હતા અને તેમને છ મહિનાની સાદી કેદની સજા ફટકારી હતી. બંનેએ આ વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

આ પણ વાંચોઃ ડીસાના તાલેગંજ ગામની સીમમાં વીજ ઝટકાને લીધે બે ખેડૂત ભાઈઓના મોત

Exit mobile version