Site icon Revoi.in

અહીં જાણો ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિને મળતા પગાર અને સત્તા વચ્ચેના તફાવત વિશે

Social Share

દિલ્હી:દ્રૌપદી મુર્મુ એ આજે દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે.તેઓ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ દ્રૌપદી મુર્મુને પદના શપથ લેવડાવ્યા હતા. તેમને 21 તોપોની સલામી આપવામાં આવી હતી.ભારતમાં રાષ્ટ્રપતિને ઘણી શક્તિઓ અને અધિકાર મળે છે. ઉદાહરણ તરીકે, સુપ્રીમ આર્મીની નિમણૂકથી લઈને નવો વટહુકમ બહાર પાડવાની સત્તા.એટલું જ નહીં, મૃત્યુદંડની સજા પામેલા ગુનેગારોને માફી આપવાથી લઈને દેશમાં ઈમરજન્સી જાહેર કરવા અને નવા કાયદા પર મહોર લગાવવાનો અધિકાર પણ રાષ્ટ્રપતિના કાર્યક્ષેત્રમાં સામેલ છે.પરંતુ એવું માનવામાં આવે છે કે રાષ્ટ્રપતિ આવું વડાપ્રધાનની સલાહ બાદ કરે છે.

આ તો રહી ભારતના રાષ્ટ્રપતિને મળતી શક્તિ અને અધિકારીઓની વાત,પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે,પાડોશી દેશ પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિને શું સત્તા આપવામાં આવે છે.જાણો તેમના વિશે

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનને ઈવાન-એ-સદર તરીકે ઓળખવામાં આવે છે. તે ઈસ્લામાબાદના ઉત્તરપૂર્વ ભાગમાં છે.પાકિસ્તાનના રાષ્ટ્રપતિ સેનાના સિવિલ કમાન્ડર-ઇન-ચીફ છે.પાકિસ્તાનનું બંધારણ કારોબારી અને ન્યાયતંત્ર દ્વારા ભલામણ કરાયેલા કેસોમાં રાષ્ટ્રપતિને કોઈને પણ રાહત અને માફી આપવાની મંજૂરી આપે છે.

સેલેરીની વાત કરીએ તો પાકિસ્તાની રાષ્ટ્રપતિને દર મહિને 4,50,000 રૂપિયાનો પગાર આપવામાં આવે છે, પરંતુ 2018માં પગાર વધારવા માટે બિલ લાવવામાં આવ્યું હતું. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, બિલમાં રાષ્ટ્રપતિનો પગાર વધારીને 8,46,550 રૂપિયા કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ તેનો ઘણો વિરોધ થયો હતો.જ્યારે ભારતીય રાષ્ટ્રપતિને દર મહિને 5 લાખ રૂપિયા પગાર મળે છે. આના પર તેમને કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી.

જો પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કોઈપણ બિલ પસાર થાય છે, તો જ્યાં સુધી રાષ્ટ્રપતિ તેની સંમતિ ન આપે ત્યાં સુધી તેનો અમલ થતો નથી, જેમ ભારતમાં થાય છે.પાકિસ્તાનના રાષ્ટ્રપતિને પણ વડાપ્રધાનની ખુરશી પર બેઠેલા ઉમેદવારને હટાવવાનો અધિકાર છે આ સિવાય તેમની પાસે તમામ પ્રાંતોમાં ગવર્નરોની નિમણૂક અને હટાવવાની સત્તા પણ છે.

2000 થી 2009 સુધી, પાકિસ્તાની રાષ્ટ્રપતિ પાસે પરમાણુ કરારને નિયંત્રિત કરવાનો અધિકાર છે અને તેઓ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના અધ્યક્ષ રહી ચૂક્યા છે.પરંતુ બાદમાં તેમની સત્તા ઘટી અને આ સત્તા વડાપ્રધાનને આપવામાં આવી.