Site icon Revoi.in

ભવિષ્યની સુરક્ષા અને સંપત્તિ સર્જન, જાણો અને સુરક્ષિત બનો

Future security and wealth creation

Future security and wealth creation

Social Share

Future security and wealth creation સુરત શહેર, જેને આપણે ડાયમંડ અને સિલ્ક સિટી તરીકે ઓળખીએ છીએ, ત્યાંની શાનદાર વી.આઈ.પી. રોડ પર આવેલી એક આધુનિક કાફેમાં ત્રણ પરમ મિત્રોની મહેફિલ જામી હતી. આ ત્રણ મિત્રો એટલે કથન, પ્રણવ અને વરુણ. ત્રણેય બાળપણથી લંગોટિયા મિત્રો હતા. એક જ શાળામાં ભણ્યા, એક જ મેદાનમાં રમ્યા અને આજે સુરત જેવા મોટા શહેરમાં પોતપોતાના ક્ષેત્રમાં કાઠું કાઢી રહ્યા હતા.

કથન એક સફળ ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો વ્યવસાયકાર હતો. દુનિયાભરમાં એનો માલ જતો હતો.

પ્રણવ શેરબજારનો ખેલાડી હતો, આખો દિવસ ટ્રેડિંગ અને રોકાણના ચાર્ટ્સ જોતો રહેતો.

જ્યારે ત્રીજો મિત્ર વરુણ, એક નામાંકિત જીવન વીમા કંપનીમાં સિનિયર વીમા સલાહકાર હતો.

કોફીની ચુસ્કી લેતાં-લેતાં કથનના ચહેરા પર થોડી ચિંતા દેખાઈ.

પ્રણવે પૂછ્યું, “અલ્યા કથન, તારો એક્સપોર્ટનો ધંધો તો જોરદાર ચાલે છે, તો પછી આટલો ટેન્શનમાં કેમ છે?”

આ પણ વાંચોઃ ગુજરાતી સાહિત્યના અંગ્રેજી અનુવાદ થાય એ સમયની માંગ: ડૉ. દર્શનાબેન ભટ્ટ

કથને નિસાસો નાખતા કહ્યું, “યાર પ્રણવ, ધંધો તો સારો ચાલે છે, પણ હમણાંથી મને મારા પરિવારના આર્થિક ભવિષ્યની ચિંતા સતાવે છે. મારી પાસે બેન્કમાં બચત છે, પણ કોઈ મોટું પ્લાનિંગ નથી. કાલ ઊઠીને મને કંઈ થઈ ગયું તો મારા પરિવારનું શું? અને મારે મારા પૈસા એવી જગ્યાએ રોકવા છે જ્યાંથી મને શેરબજાર જેવું સારું વળતર પણ મળે અને સાથે મારા પરિવારને મોટું જીવન વીમાનું કવચ પણ મળે. શું કોઈ એવો રસ્તો છે જેમાં આ બંને વસ્તુઓ એકસાથે મળી શકે?”

આ સાંભળીને પ્રણવ હસ્યો, “અરે ભાઈ, તું તારા પૈસા મારા કહેવા પ્રમાણે શેરબજારમાં રોકી દે, તારા પૈસા ડબલ થઈ જશે.”

ત્યાં જ શાંતિથી કોફી પીતા વરુણે અવાજમાં ગંભીરતા લાવીને કહ્યું, “પ્રણવની વાત સાચી છે કે શેરબજારમાં વળતર છે, પણ ત્યાં જીવનું કોઈ જોખમ કવર થતું નથી. કથન, તારી સમસ્યાનો એકદમ પરફેક્ટ અને સ્માર્ટ ઉકેલ મારી પાસે છે. તું યુલિપ (યુનિટ લિંક ઇન્સ્યુરન્સ પ્લાન) કેમ નથી લેતો?”

કથને આતુરતાથી પૂછ્યું, “આ યુલિપ શું છે વરુણ? મને જરા વિગતે સમજાવ ને.”

વરુણે પોતાની વીમા સલાહકારની કુશળતા સાથે સમજાવવાનું શરૂ કર્યું, “જો કથન, યુલિપ એક એવો પ્લાન છે જેમાં તને પ્રણવના શેરબજારનું વળતર અને મારા જીવન વીમાની સુરક્ષા બંને એકસાથે મળે છે. આમાં ઇક્વિટી યુલિપ નો વિકલ્પ બહુ લોકપ્રિય છે. આ પોલિસીનો મુખ્ય હિસ્સો શેરબજારમાં રોકાય છે. તારા રોકાણનો જથ્થો ફંડની એન.એ. વી .(નેટ એસેટ વેલ્યુ) મુજબ પરિવર્તિત થાય છે. એટલે કે, બજારના વળતર પ્રમાણે તારા પૈસા વધે છે. લાંબા ગાળે આમાં જબરદસ્ત સંપત્તિ ઉભી થાય છે.”

કથન થોડો પ્રભાવિત થયો, “વાહ, એટલે વળતર તો મળશે જ, પણ તેં વીમાની વાત કરી, એમાં પરિવારને શું લાભ મળે?”

આ પણ વાંચોઃ જીવનઝરુખો.. નાનકડી ટોર્ચના અજવાળે..

વરુણે વિસ્તારપૂર્વક સમજાવ્યું, “હા, આ જ તો યુલિપની ખાસિયત છે. આમાં મૃત્યુ લાભના મુખ્ય બે પ્રકારો હોય છે, પ્રકાર એક એટલે કે જો પોલિસીધારકનું મૃત્યુ થાય, તો તેના વારસદારને વીમા રકમ અથવા ફંડ વેલ્યુ, આ બંનેમાંથી જે રકમ વધુ હોય તે ચૂકવવામાં આવે છે.

અને પ્રકાર બે એટલે કે આ પ્રકારમાં તો વધુ ફાયદો છે. મૃત્યુ થવા પર વારસદારને વીમા રકમ + ફંડ વેલ્યુ બંને રકમ મળે છે, એટલે તારા પરિવારને કોઈ જ આર્થિક આંચકો નહીં લાગે.”

પ્રણવે વચમાં બોલતા પૂછ્યું, “વરુણ, પણ આમાં પૈસા કેટલા વર્ષ ભરવાના અને વીમો કેટલાનો મળે?”

વરુણે સ્મિત કરતા કહ્યું, “યુલિપમાં સામાન્ય પોલિસી મર્યાદાઓ ખૂબ જ લવચીક હોય છે જેમ કે, પોલિસી મુદત તું તારી અનુકૂળતા મુજબ ૧૦ વર્ષથી લઈને ૩૦ વર્ષ સુધીની પોલિસીની મુદત લઈ શકે છે. જીવન વીમા રકમમાં ઓછામાં ઓછું ૫ થી ૧૦ લાખનું કવર મળે છે અને જો કથન જેવો મોટો વેપારી હોય, તો ૧ કરોડ કે તેથી વધુનું કવર પણ આસાનીથી મળી શકે છે.

પ્રીમિયમ ભરવામાં તારે સંપૂર્ણ મુદત સુધી પ્રીમિયમ ન ભરવું હોય તો પણ છૂટ છે. તું માત્ર ૫ વર્ષ, ૭ વર્ષ કે ૧૦ વર્ષ સુધી પ્રીમિયમ ભરીને લાંબા ગાળા સુધી વીમા અને રોકાણનો લાભ લઈ શકે છે.

પ્રીમિયમ રકમમાં પણ સામાન્ય રીતે માસિક અથવા વાર્ષિક પ્રીમિયમ ભરી શકાય છે. ઓછામાં ઓછું ૫૦૦૦ થી ૧૦,૦૦૦ રૂપિયાથી શરૂઆત કરી શકાય અને તારી આવક મુજબ ગમે તેટલી મોટી રકમ રોકી શકાય.”

આ પણ વાંચોઃ કન્વર્ટિબલ ટર્મ ઈન્સ્યોરન્સઃ “આજનું રક્ષણ, આવતીકાલનું નિર્માણ”

કથનની આંખોમાં હવે ચમક હતી, “આ તો બહુ સરસ છે, પણ વરુણ, જો હું આખી પોલિસી પૂર્ણ કરું, એટલે કે હું જીવતો રહું તો મને મેચ્યુરિટી પર શું મળશે?”

વરુણે જવાબ આપ્યો, “મેચ્યુરિટી લાભ તરીકે તને પોલિસી પૂર્ણ થતાં ફંડ વેલ્યુ મળશે. લાંબા ગાળાના રોકાણને કારણે તારી એન.એ.વી. ઘણી ઊંચી ગઈ હશે, એટલે તને એક માતબર રકમ મળશે. હા, જો તું મુદત પૂરી થતા પહેલા પોલિસી બંધ કરી દે, તો તને સરન્ડર વેલ્યુ મળે છે, જે થોડી ઓછી હોઈ શકે છે. તેથી પોલિસી પૂરી ચલાવવી જ હિતાવહ છે.”

શેરબજારના ખેલાડી પ્રણવે પૂછ્યું, “દોસ્ત, આમાં ડિવિડન્ડ કે બોનસ જેવું કંઈ મળે ખરું?”

વરુણે ચોખવટ કરતા કહ્યું, “જો પ્રણવ, યુલિપમાં પારંપરિક એન્ડોમેન્ટ પોલિસીઓ જેવું સામાન્ય બોનસ નથી હોતું. પણ હા, જો તું લાંબા સમય સુધી અને સમયસર પ્રીમિયમ ભરે, તો કંપનીઓ તને લોયલ્ટી બોનસ આપે છે, જેનાથી તારા ફંડ વેલ્યુમાં મફતમાં વધારો થાય છે.”

કથન હવે પોલિસી લેવા માટે મન બનાવી ચૂક્યો હતો, પણ એક વેપારી તરીકે તેને ખર્ચ અને ટેક્સ વિશે જાણવું હતું.

આ પણ વાંચોઃ સ્માર્ટ ટેકનોલોજીની દુનિયામાં ઉજ્જવળ ભવિષ્ય સાથે ઘૂંટાતું માનવજીવન

“વરુણ, આમાં ટેક્સનો કોઈ ફાયદો? અને કોઈ છુપા ચાર્જીસ તો નથી ને?”

વરુણે એક પ્રામાણિક સલાહકાર તરીકે સમજાવ્યું, “કથન, કોઈ છુપી વાત નહીં. યુલિપમાં લોક-ઈન સમય ૫ વર્ષનો હોય છે. ૫ વર્ષ પહેલાં તું પૈસા ઉપાડી શકતો નથી, જે તારા જ ભવિષ્યની બચત માટે સારું છે.

ટેક્સ લાભ ની વાત કરું તો, આવકવેરાની કલમ 80C હેઠળ તારા ભરેલા પ્રીમિયમ પર ટેક્સમાં છૂટ મળે છે અને કલમ 10(10D) હેઠળ મળતી મેચ્યુરિટીની રકમ પણ સંપૂર્ણ ટેક્સ ફ્રી હોય છે.

જ્યાં સુધી ચાર્જીસ અને ખર્ચા ની વાત છે, તો શરૂઆતમાં ફંડ મેનેજમેન્ટ ચાર્જિસ, મોર્ટાલિટી (વીમા જોખમ) ચાર્જિસ, પોલિસી ઍડમિનિસ્ટ્રેશન અને એલોકેશન ચાર્જિસ ફંડ વેલ્યુમાંથી કપાતા હોય છે. પરંતુ તું ૫ કે ૧૦ વર્ષથી વધુ રોકાણ ચાલુ રાખે, તો આ ચાર્જીસ નહિવત થઈ જાય છે અને વળતરની સામે આ ખર્ચ બહુ જ નાનો લાગે છે.”

આ પણ વાંચોઃ ગુજરાતનું ગૌરવઃ આણંદની દીકરીએ છ નવી ગેલેક્સી શોધી કાઢી ભારતીય નામો આપ્યાં

આટલું સાંભળતા જ કથને ટેબલ પર હાથ પછાડતા કહ્યું, “વરુણ, મારે બીજું કંઈ જ નથી સાંભળવું. મારી પાસે આજે પૈસા છે, પણ કાલની કોઈ ગેરંટી નથી. મને શેરબજારનું સારું વળતર પણ જોઈએ છે અને મારા પરિવારને ૧ કરોડનું સુરક્ષા કવચ પણ જોઈએ છે. અને સાથે ટેક્સ બેનિફિટ પણ. આ યુલિપ મારા માટે જ બની છે. કાલ સવારે જ તું મારી ઓફિસે આવી જા, આપણે પહેલા જ વર્ષનું પ્રીમિયમ જમા કરાવીને મારી યુલિપ પોલિસી ચાલુ કરીએ.”

પ્રણવ પણ હસી પડ્યો અને બોલ્યો, “વરુણ, વાત તો તારી ૧૦૦ ટકા સાચી છે. મારી શેરબજારની કમાણીમાંથી એક હિસ્સો મારે પણ હવે યુલિપમાં નાખવો જ પડશે. પરિવારની સુરક્ષા પહેલી.”

ત્રણેય મિત્રોએ હસીને એકબીજાના હાથ મિલાવ્યા. સુરતની એ ઢળતી સાંજે કથન અને પ્રણવે પોતાના અને પોતાના પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરવાનો એક અત્યંત સ્માર્ટ અને મહત્વનો નિર્ણય લીધો હતો.

શું તમે કથન જેવો સ્માર્ટ નિર્ણય લીધો છે?

જીવન અનિશ્ચિત છે, પણ તમારું આયોજન નિશ્ચિત હોવું જોઈએ. આજે જ યુલિપમાં રોકાણ કરો. શેરબજારના આકર્ષક વળતરથી તમારી સંપત્તિમાં વધારો કરો અને સાથે જ મોટા જીવન વીમા કવચથી તમારા વહાલસોયા પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરો. કારણ કે સાચો સમજુ એ જ છે, જે આજની કમાણીથી કાલની સુરક્ષા ખરીદે.

– હેમંત પરમાર દ્વારા

(વિશેષ સૂચનાઃ મીડિયા તરીકે એક સમાજિક જવાબદારીના ભાગરૂપે આ વિગતો આપવામાં આવે છેજે સર્વસાધારણ માહિતી અને ઉપયોગિતા ઉપર આધારિત છે. વ્યક્તિગત વીમા પ્લાનની પસંદગી માટે “રિવોઈ” કોઈ રીતે જવાબદાર નથી.)

Exit mobile version