Site icon Revoi.in

GCCI દ્વારા ઇન્ડસ્ટ્રી 4.0 સ્ટાર્ટ-અપ્સ ડિસ્પ્લે ડેનું સફળ આયોજન

GCCI successfully organized Industry 4.0 Start-ups Display Day

GCCI successfully organized Industry 4.0 Start-ups Display Day

Social Share

અમદાવાદ, 8 જુલાઈ, 2026 – ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા “ઇન્ડસ્ટ્રી 4.0 સ્ટાર્ટ-અપ્સ ડિસ્પ્લે ડે”નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ “ઇન્ડસ્ટ્રી 4.0 ને પ્રોત્સાહન આપવા માટે સરકાર, ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ્સના સહયોગી પ્રયાસો” વિષય પર વિશેષ નિષ્ણાત સત્ર યોજાયું. અમદાવાદ સ્થિત GCCI ખાતે 07 જુલાઈ, 2026ને મંગળવારે આ મહત્ત્વનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પહેલનો હેતુ નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, શૈક્ષણિક સંસ્થાઓ તથા ટેકનોલોજી આધારિત સ્ટાર્ટઅપ્સને એક જ મંચ પર લાવી ઇન્ડસ્ટ્રી 4.0 ટેક્નોલોજીના વ્યાપક અમલીકરણને વેગ આપવાનો તથા ગુજરાતના મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાનો હતો.

ડિસ્પ્લે ડેમાં કુલ 43 ઇન્ડસ્ટ્રી 4.0 સ્ટાર્ટઅપ્સે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવીન ટેક્નોલોજી આધારિત સોલ્યુશન્સનું પ્રદર્શન કર્યું. આ સ્ટાર્ટઅપ્સે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IIoT), રોબોટિક્સ, ઓટોમેશન, સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ, ડિજિટલ ટ્વિન, પ્રેડિક્ટિવ મેન્ટેનન્સ, ઇન્ડસ્ટ્રીયલ સોફ્ટવેર, ડેટા એનાલિટિક્સ તથા અન્ય અદ્યતન મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજીઓ રજૂ કરી.

GCCI successfully organized Industry 4.0 Start-ups Display Day

ઇન્ડસ્ટ્રી 4.0 સ્ટાર્ટ-અપ્સ ડિસ્પ્લે ડેની મુલાકાત દરમિયાન જીસીસીઆઈના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયર, ઉપપ્રમુખ શ્રી અપૂર્વ શાહ તથા માનદ ખજાનચી શ્રી ગૌરાંગ ભગતે ઉપસ્થિત સ્ટાર્ટઅપ્સ સાથે સંવાદ કર્યો અને ઉત્પાદન ક્ષેત્રના ભવિષ્યને નવી દિશા આપતા તેમના નવીન અને અદ્યતન ઉકેલોની પ્રશંસા કરી.

સાંજે 6:30 થી 7:30 વાગ્યા દરમિયાન યોજાયેલા નિષ્ણાત સત્રનું સંચાલન શ્રી અમિત જી. પરીખ, ચેરમેન, GCCI સ્ટાર્ટઅપ ટાસ્કફોર્સ દ્વારા કરવામાં આવ્યું. આ સત્રમાં સરકાર, શૈક્ષણિક જગત, ઉદ્યોગ અને ટેક્નોલોજી ક્ષેત્રના અગ્રણી નિષ્ણાતોએ ગુજરાતમાં ઇન્ડસ્ટ્રી 4.0ના અમલીકરણને વેગ આપવા માટે વિવિધ હિતધારકોની ભૂમિકા અંગે પોતાના વિચારો રજૂ કર્યા.

કાર્યક્રમની શરૂઆત GCCIના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અપુર્વ શાહના સ્વાગત પ્રવચનથી થઈ હતી. તેમણે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરતાં GCCI દ્વારા નવીનતા, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વિકાસ તથા સ્માર્ટ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોઃ શ્રીકૃષ્ણ-રુક્મિણી યાત્રાધામ સજી રહ્યું છે નવા શણગાર, બીજા તબક્કાના વિકાસકાર્યો શરૂ

શ્રી આર.ડી. બારહટ્ટ, સંયુક્ત ઉદ્યોગ કમિશનર, ગુજરાત સરકારએ ગુજરાતના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના વિકાસ માટે સરકારના દ્રષ્ટિકોણની રજૂઆત કરી તેમજ MSMEs માટે ઇન્ડસ્ટ્રી 4.0 ટેક્નોલોજી અપનાવવા ઉપલબ્ધ નીતિઓ, પ્રોત્સાહનો અને સહાય અંગે માર્ગદર્શન આપ્યું.

શૈક્ષણિક ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા ડૉ. રાજુલ કે. ગજ્જર, કુલપતિ, ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીએ ઉદ્યોગ-શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના સહયોગ, કૌશલ્ય વિકાસ અને સંશોધનના મહત્ત્વ પર ભાર મૂક્યો, જેથી સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ માટે ભાવિ કાર્યબળ તૈયાર થઈ શકે.

શ્રી ચંદન ચૌધરી, ડેપ્યુટી ડિરેક્ટર, નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલે MSMEs માટે ઇન્ડસ્ટ્રી 4.0ના અમલીકરણ, ઉત્પાદકતા વધારવા, ઓપરેશનલ એક્સેલન્સ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટેની વ્યવહારુ વ્યૂહરચનાઓ રજૂ કરી.

ઉદ્યોગ જગતનું પ્રતિનિધિત્વ કરતા શ્રી શૈલેષ પટેલ, ચેરમેન, GCCI પ્લાસ્ટિક ટાસ્કફોર્સ તથા ચેરમેન, GCCI MSME ટાસ્કફોર્સે ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં કાર્યક્ષમતા, ઉત્પાદકતા અને સ્પર્ધાત્મકતામાં થયેલા સુધારાનો કેસ સ્ટડી રજૂ કર્યો.

કાર્યક્રમના અંતિમ ટેક્નિકલ સત્રમાં શ્રી અમિત સાલુજા, એડવાઇઝર – ઇન્ડસ્ટ્રી 4.0 દ્વારા “From Awareness to Action: Industry 4.0 for MSMEs” વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં MSMEs માટે ઇન્ડસ્ટ્રી 4.0ના વ્યવહારુ અમલીકરણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી.

કાર્યક્રમનો સમાપન પ્રશ્નોત્તરી સત્ર બાદ શ્રી અમિત જી. પરીખ, ચેરમેન GCCI સ્ટાર્ટઅપ ટાસ્કફોર્સ દ્વારા આભારવિધિ સાથે કરવામાં આવ્યો.

Exit mobile version