Site icon Revoi.in

ગુજરાત ચૂંટણી 2022: ‘ગુજરાતમાં મોદી છે’, સાંસદ રવિ કિશનનું ચૂંટણી ગીત રિલીઝ

Social Share

અમદાવાદઃ ભોજપુરી સિનેમાના મેગાસ્ટાર અને ગોરખપુરના ભાજપાના સાંસદ રવિ કિશનનું ગીત ‘ગુજરાતમાં મોદી છે’ રિલીઝ કરવામાં આવ્યું છે. રવિ કિશને ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રથમવાર ગુજરાતી ભોજપુરી મુક્સ રેપ સોંગ ગાયું છે. રવિ કિશને કહ્યું હતું કે, આ ગીતને ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર રીલીઝ કરાયું છે. રવિ કિશનનું આ ગીત ગુજરાતમાં વસવાટ કરતા ઉત્તર ભારતીયો અને ગુજરાતી મતદારોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.

ભાજપના સાંસદ રવિ કિશને જણાવ્યું હતું કે, ગુજરાતમાં મોદી છે, વિકસિત ગુજરાતની અભિવ્યક્તિ છે. ગુજરાતના વિકાસની ઝડપ અંગે દેશના પીએમ મોદી અને ભાજપાના યોગદાનની સમગ્ર દુનિયામાં પ્રસંશા થઈ રહી છે. દેશની પ્રજાએ એકવાર નહીં પરંતુ બે વાર બહુમતીથી ભાજપાને જીતાડીને નરેન્દ્ર મોદીની વડાપ્રધાન તરીકે પસંદગી કરી છે. ગુજરાતના વિકાસને ભાજપાએ હંમેશા આગળ રાખ્યો છે. ગીતમાં સમૃદ્ધ ગુજરાતનો ઉલ્લેખ છે. આ ગીતના શબ્દો મૃત્યુંજય અને સંગીત મુન્ના મિશ્રાનું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે, વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ જમા કરાવી દીધા છે અને ચૂંટણી પ્રચારને વેગવંતો બનાવી રહ્યાં છે. આગામી દિવસોમાં રાજ્યમાં પીએમ મોદી નરેન્દ્ર મોદી, અમિત શાહ, જે.પી.નડ્ડા, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના રાજકીય આગેવાનો ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરશે. ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું હોમસ્ટેટ હોવાથી આ ચૂંટણી ઉપર દેશની જનતાની નજર મંડાયેલી છે. 8મી ડિસમ્બરના રજ મતગણતરી હાથ ધરવામાં આવશે.