Site icon Revoi.in

NEET પેપર લીક મુદ્દે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસની વિશાળ મશાલ રેલીનું આયોજન

Gujarat Pradesh Youth Congress organizes huge torch rally on NEET paper leak issue
Social Share

અમદાવાદ, 11 જૂન 2026 – NEET પેપર લીક થવાના લીધે દેશના ૨૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ સાથે અને ગુજરાત રાજ્યના ૮૫ હજાર વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે.

શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા ભવ્ય મશાલ રેલીનું ગુજરાત યુનિવર્સિટીથી લઈને અમદાવાદ યુનિવર્સિટી સુધી આયોજન કરવામાં આવશે તેવું ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ ડૉ. પ્રવિણસિંહ વણોલે રાજીવ ગાંધી ભવન ખાતે જણાવ્યું હતું.

ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ ડૉ પ્રવિણસિંહ વણોલે જણાવ્યું હતું કે NEET પેપર લીક થવાથી દેશના તેજસ્વી વિદ્યાર્થીઓના ભવિષ્ય બરબાદ થઈ ગયા છે તેના લીધે દેશ ભરમાં ખૂબ જ ઊંડા પ્રત્યાઘાત પડ્યા છે. પેપર લીક મુદ્દે જ્યાં સુધી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે ત્યાં સુધી દેશ ભરમાં વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કુલ ૮૫ હજારથી વધુ NEETના વિદ્યાર્થીઓ હતા. તેઓની સખત મહેનત પેપર લીકના માફિયાઓના અને હાલ કેન્દ્રમાં બેઠેલી ભાજપ સરકારની નિષ્ફળ આયોજન નીતિ કારણે પાણીમાં ગઈ છે. તા ૧૩ જૂન ૨૦૨૬ ના દિવસે ભારતીય યુવા કોંગ્રેસના અધ્યક્ષ ઉદય ભાનુ ચિબની ઉપસ્થિતિમાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવશે.

આ પણ વાંચોઃ વડોદરામાં નિર્મિત મેઈડ ઈન ઈન્ડિયા સૈન્ય પરિવહન વિમાને ભરી પ્રથમ ઉડાન, જુઓ વીડિયો

Exit mobile version