Site icon Revoi.in

સ્વાસ્થ્યથી ભરપૂર પાલકઃ આ ચાર ટેસ્ટી અને હેલ્ધી વાનગીઓથી ડાયેટ બનાવો દમદાર

Social Share

લીલા પાંદડાવાળા શાકભાજીને હંમેશાં હેલ્ધી ડાયેટનો સૌથી મહત્વપૂર્ણ હિસ્સો માનવામાં આવે છે. જેમાં પાલકનું નામ મોખરે આવે છે, જેને રોજિંદા ખોરાકમાં ખૂબ જ સરળતાથી સામેલ કરી શકાય છે. પાલકમાં આયર્ન, ફોલેટ, વિટામિન ‘એ’, વિટામિન ‘સી’, વિટામિન ‘કે’ અને ફાઈબર જેવા વિપુલ પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે. ખાસ વાત એ છે કે પાલકને માત્ર પરંપરાગત શાક બનાવીને જ ખાવાની જરૂર નથી, પરંતુ તેમાંથી અનેક સ્વાદિષ્ટ અને ઝટપટ બની જાય તેવી રેસિપી પણ તૈયાર કરી શકાય છે.

પાલકમાંથી બનાવેલી આ વાનગીઓ નાસ્તા, લંચ કે હળવા સ્નેક્સ માટે ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. યોગ્ય પદ્ધતિથી બનાવેલી પાલક માત્ર સ્વાદ જ નહીં પરંતુ ભરપૂર પોષણ પણ આપે છે. રોજિંદા ભોજનમાં પાલકને અલગ-અલગ રૂપે સામેલ કરવાથી ખાવાનું કંટાળાજનક પણ નથી લાગતું. આવો જાણીએ પાલકમાંથી કઈ હેલ્ધી અને ટેસ્ટી રેસિપી બનાવી શકાય તેમજ તેને ખરીદતી અને બનાવતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.

બેસનમાં ઝીણી સમારેલી પાલક, ડુંગળી, ટામેટા, લીલા મરચાં અને સ્વાદ અનુસાર મીઠું મિક્સ કરો. પાણી ઉમેરીને ખીરૂ તૈયાર કરો અને તવા પર થોડું તેલ લગાવીને ચીલો શેકી લો. બંને બાજુથી સોનેરી રંગના થાય ત્યાં સુધી પકાવો. બેસનમાંથી પ્રોટીન અને પાલકમાંથી ફાઈબર, વિટામિન તથા મિનરલ્સ મળી રહે છે. આ નાસ્તા માટે એક ઉત્તમ અને પૌષ્ટિક વિકલ્પ છે.

ઝીણી સમારેલી પાલક અને ઉકાળેલા મકાઈના દાણા (કોર્ન) ને એકસાથે મિક્સ કરો. તેમાં થોડો કાળા મરીનો પાવડર અને મીઠું ઉમેરો. આ મિશ્રણને ઘઉંના લોટની બ્રેડની વચ્ચે મૂકીને સેન્ડવિચ મેકર અથવા તવા પર શેકી લો. પાલકમાંથી વિટામિન્સ અને ફાઈબર, જ્યારે કોર્નમાંથી કાર્બોહાઇડ્રેટ્સ મળી જાય છે. તેને હળવા નાસ્તા તરીકે માણી શકાય છે.

એક પૅનમાં થોડું તેલ ગરમ કરીને લસણ અને ડુંગળી સાંતળો. તેમાં સમારેલી પાલક, ગાજર અને તમારી પસંદગીના અન્ય શાકભાજી નાખીને પાણી ઉમેરો અને સારી રીતે રાંધો. શાકભાજી નરમ થઈ જાય એટલે સૂપને હળવો ક્રશ કરી લો. આના સેવનથી ફાઈબર, વિટામિન અને અન્ય જરૂરી પોષક તત્વો મળી રહે છે. આ એક હળવો અને પેટ ભરી દે તેવો સારો ઓપ્શન છે.

ઉકાળેલા ચણા અને ઝીણી સમારેલી પાલકને એક બાઉલમાં લો. તેમાં કાકડી, ટામેટા, ડુંગળી, લીંબુનો રસ અને થોડું મીઠું ઉમેરો. ઉપરથી શેકેલું જીરું ભભરાવી શકાય છે. ચણામાંથી પ્રોટીન અને ફાઈબર જ્યારે પાલકમાંથી અનેક વિટામિન્સ અને મિનરલ્સ પ્રાપ્ત થાય છે. આ એક ઝડપથી બની જતું હેલ્ધી સ્નેક છે.

Exit mobile version