Site icon Revoi.in

ભારતમાં અત્યારે લોકસભા ચૂંટણી થાય છે તો ફરી એક વખત ભાજપની સરકાર બનેઃ સર્વે

Social Share

દિલ્હીઃ ખેડૂત આંદોલન અને કોરોના મહામારી જેવા પડકારોનો સામનો કરતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં વધારો થયો છે. તેમજ જો અત્યારે દેશમાં ફરીથી લોકસભાની ચૂંટણી યોજાયતો ફરી એકવાર ભાજપની સરકાર બને. આવા તારણો એક સંસ્થા દ્વારા મૂડ ઓફ ધ નેશન પોલ પરથી સામે આવ્યાં છે. જો કે, દક્ષિણ ભારત અને મુસ્લિમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ઘટી હોવાનું જાણવા મળે છે.

દેશમાં 3 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી વચ્ચે 12232 લોકોની વચ્ચે સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં 67 ટકા ગ્રામીણ વસતી અને 33 ટકા શહેરી વસતીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.  સર્વે અનુસાર દેશમાં જો અત્યારે લોકસભાની ચૂંટણી યોજાય તો 543 બેઠકમાંછી ભાજપના નેતૃત્વવાળી એનડીએને 43 ટકા વોટની સાથે 321 સીટો મળે તેવી શકયતા છે. જ્યારે ભાજપને 37 ટકા વોટની સાથે 291 સીટો મળવાની સંભાવના છે. કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએને 27 ટકા વોટની સાથે 93 સીટો મળવાની શકયતા છે. જ્યારે અન્ય દળોને 30 ટકા વોટોની સાથે 129 વોટો મળી શકે છે.

સર્વે અનુસાર દેશમાં અત્યાર સુધીમાં સૌથી શ્રેષ્ઠ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોવાનું સામે આવ્યું છે. 38 ટકા લોકો નરેન્દ્ર મોદીને શ્રેષ્ટ વડાપ્રધાન માને છે. જ્યારે 18 ટકા લોકો અટલ બિહારીજીને, 11 ટકા લોકો ઈન્દિરા ગાંધીજીને અને 8 ટકા લોકો જવાહરલાલ નહેરુજીને શ્રેષ્ઠ વડાપ્રધાન માને છે. આવી જ રીતે દેશમાં સૌથી લોકપ્રિય સીએમ યોગી આદિત્યનાથ હોવાનું સામે આવ્યું છે. 25 ટકા લોકોએ યોગી આદિત્યનાથની કામગીરીના વખાણ કર્યાં છે. જ્યારે બીજા ક્રમે દિલ્હીના મુખ્યમંત્રી કેજરિવાલને 14 ટકા લોકોએ પસંદ કર્યાં હતા. આ ઉપરાંત ત્રીજા ક્રમે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની કામગીરીને લોકોએ પસંદ કરી છે.