Site icon Revoi.in

ભારતમાં તા. 31મી મેના રોજ ચોમાસાની થશે એન્ટ્રી, 98 ટકા વરસાદની આગાહી

Social Share

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. જો કે, હવે ગણતરીના દિવસોમાં જ ચોમાસુ કેરળથી ભારતમાં પ્રવેશ કરશે. તા. 31મી મેના રોજ કેરળ ચોમાસુ કેરળમાં પ્રવેશ કરે તેવી શકયતા છે. આ વર્ષે દેશમાં ચોમાસુ સારુ રહેવાની સાથે 98 ટકા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યાર બાદ ચોમાસુ આગળ વધશે. જૂન મહિનાના બીજા સપ્તાહમાં ગુજરાતમાં ચોમાસુ બેસે તેવી શકયતાઓ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ, અરબી સમુદ્રમાં શક્તિશાળી વાવાઝોડુ સર્જાઈ રહ્યું છે અને તેના પગલે ચોમાસાને વેગ મળે તેવા એંધાણ છે. આંદામાન નિકોબાર ટાપુ, બંગાળની ખાડીમાં તો તા.21 મેથી વરસાદી ગતિવિધિ તેજ બની જશે. વાવાઝોડાને સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત, કચ્છ સહિત વિસ્તારોમાં ભારે વરસાદ વરસે અને જમીનમાં પૂરતો ભેજ ઉતરી જાય તેવી આશા છે. ત્યારબાદ પ્રિમોન્સૂન વરસાદી ઝાપટાં અને સમયસર ચોમાસુ આવે તો કૃષિપાક સતત ત્રીજા વર્ષે બમ્પર થવાની પણ આશા છે.

ચાલુ વર્ષે તા. 31મી મેના રોજ કેરળમાં ચોમાસુ બેસવાની આગાહી કરવામાં આવી છે. ત્યાર બાદ ચોમાસુ આગળ વધી કર્ણાટક, મહારાષ્ટ્ર થઈને ગુજરાતમાં પ્રવેશ કરશે. ગુજરાતમાં સામાન્ય રીતે તા. 16મી જૂનની આસપાસ ચોમાસુ બેસે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં મેઘરાજા મનમુકીને વરસ્યાં હતા. ગુજરાતમાં સારો વરસાદ વળતા જળાશયોમાં નવા પાણીની આવક થઈ હતી. તેમજ માટોભાગના જળાશયો છલકાયાં હતા. જેથી લોકોને ઉનાળાની ગરમીમાં પાણી મળવાની આશા જાગી હતી.