Site icon Revoi.in

ભારતને મળી G20 ની અધ્યક્ષતા, PM મોદીએ કહ્યું કે વિકાસ માટે Data પર વધુ ભાર આપવામાં આવશે

Social Share

વડાપ્રધાન મોદીએ G-20 શિખર સંમેલનમાં જણાવ્યું કે, “ભારતમાં અમે ડિજીટલ માધ્યમ સુધી લોકો પહોંચે એ માટે પૂરતાં પ્રયત્નો કરી રહ્યાં છીએ, પરંતુ હજી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચવા માટેની ડિજીટલ ખાઈ હજી ઘણી ઊંડી છે . “

હાલમાં જ ભારતને એક વર્ષ માટે G-20ની અધ્યક્ષતા મળી છે. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ બુધવારે બાલીમાં આયોજિત શિખર સંમેલનના અંતમાં સત્તાવાર રીતે ભારતને G-20ની અધ્યક્ષતા આપી. પીએમ મોદીએ જણાવ્યું કે આ દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે. આ પહેલાં ભારતના વિદેશ સચિવ વિનય મોહન કવાત્રાએ પત્રકારોને જણાવ્યું હતું કે ભારતને થોડા જ સમયમાં G-20ની અધ્યક્ષતા સોંપવામાં આવશે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન મોદી આજે ઘણાં કાર્યક્રમોમાં વ્યસ્ત છે. G-20 ની ત્રીજી બેઠક ચાલી અહી છે . ભારતને ત્યાર પછી G-20ની અધ્યક્ષતા સોંપવામાં આવશે. આ અધ્યક્ષતા એક વર્ષ માટે છે અને ભારતનો t સમય પહેલી ડિસેમ્બરથી શરુ થાય છે.

આ અગાઉ પીએમ મોદીએ G-20 ના સત્રને સંબોધન કર્યું હતું. બુધવારે આ સત્રનો વિષય ડિજીટલ ટ્રાન્સફોર્મેશન હતો, જ્યાં મોદીએ જણાવ્યું હતું કે અમે ડિજીટલ માધ્યમો સુધી લોકો ઝડપથી પહોંચે તેવી વ્યવસ્થા કરી રહ્યા છીએ, પરંતુ હજી આ બહુ ઊંડી ખીણ જેવું છે, જેને પર કરતાં થોડો સમય લાગશે. ભારતે છેલ્લાં કેટલાક વર્ષોથી અનુભવ્યું છે કે ભારત જો ડિજીટલ સુવિધાને પાયાની બનાવશે તો તેમાં સામાજિક – આર્થિક ફેરફાર ઝડપથી લાવી શકાશે. બાલીમાં પીએમ મોદીનો આજે  જર્મની, ઇટાલી, ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનના નેતાઓ સાથે દ્વિપક્ષીય મુલાકાતનો કાર્યક્રમ છે.

(ફોટો:ફાઈલ)