Site icon Revoi.in

ભારતઃ મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું, ગાઈડલાઈન જાહેર કરાઈ

Social Share

નવી દિલ્હીઃ કેરળમાં ચેપી અને જીવલેણ મંકીપોક્સ રોગનો પહેલો કેસ મળ્યા બાદ, સરકાર હરકતમાં આવી છે.  આ રોગની તપાસ માટે, પુણે સ્થિત ICMR-NIV (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કમ્યુનિકેબલ ડિસીઝ, પૂણે) એ સમગ્ર દેશમાં 15 પ્રયોગશાળાઓને પરીક્ષણ માટે તાલીમ આપી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ મંકીપોક્સના સંચાલન માટે માર્ગદર્શિકા જારી કરી હતી. આ મુજબ, લોકોએ વિદેશ પ્રવાસ દરમિયાન બીમાર લોકો સાથે નજીકનો સંપર્ક ટાળવા જોઈએ. તેમને મૃત કે જીવતા જંગલી પ્રાણીઓ અને અન્ય લોકોના સંપર્કમાં આવવાનું ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે.

દુનિયાના અનેક દેશોમાં હાહાકાર મચાવનારા મંકીપોક્સના સંક્રમણને પ્રથમ કેસ કેરળના કોલ્લમમાં મળી આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આ દર્દી સંયુક્ત આરબ અમીરાત (UAE) થી કેરળ પરત ફર્યો હતા. તેઓ યુએઈમાં મંકીપોક્સથી સંક્રમિત દર્દીના સંપર્કમાં આવ્યા હતા. તેના સેમ્પલ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેની પુષ્ટિ થઈ છે. દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાજ્યના આરોગ્ય અધિકારીઓને સહકાર આપવા માટે એક ઉચ્ચ સ્તરીય ટીમ કેરળ મોકલી છે. તેમાં નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC), ડૉ. આરએમએલ હોસ્પિટલ, નવી દિલ્હીના નિષ્ણાતો અને આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે.

ગાઈડલાઈનના મહત્વના મુદ્દા

Exit mobile version