1. Home
  2. Tag "announced"

કાળઝાળ ગરમીમાં ખેતી કામ કરતા ખેડૂતો માટે હીટવેવને લઈને એડવાઈઝરી જાહેર કરાઈ

અમદાવાદઃ ઉનાળાના બળબળતા તાપ વચ્ચે ખેતી કાર્યોમાં રાજ્યના ખેડૂતો હીટવેવ (લૂ)થી બચી શકે તે માટે ખેતી નિયામકની કચેરી દ્વારા હીટવેવ સામે લેવાના સાવચેતીના પગલાઓ અંગે સામાન્ય એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઈઝરીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના મગફળી, કેળ, ઉનાળુ મગ, ઉનાળુ ડાંગર, ઉનાળુ શાકભાજી, ઉનાળુ બાજરી પકવતા ખેડૂતોને ખેતી કાર્યોમાં યોગ્ય […]

ઓડિશા વિધાનસભા ચૂંટણીઃ ભાજપાએ વધારે 21 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની સાથે ઓડિશામાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. આવી સ્થિતિમાં તમામ પક્ષો લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP) પણ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. ભાજપાએ ઓડિશા વિધાનસભા ચૂંટણી માટે તેના 21 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપાએ રાઉકેલા બેઠક પરથી દિલીપ […]

લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીએ બેઠકોની ફાળવણીની જાહેરાત કરી

ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને મળી સૌથી વધારે બેઠકો શિવસેના(ઉદ્ધવ ઠાકરે), NCP (શરદ પવાર) અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની ફાળવણી એકનાથ શિંદે આગેવાનીવાળા ગઠબંધનને આપશે ટક્કર નવી દિલ્હીઃ દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બની રહ્યો છે. દરમિયાન રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. બીજી તરફ ઈન્ડી ગઢબંધન અને એનડીએ દ્વારા કેટલીક બેઠકો ઉપર […]

લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસે વિવિધ વર્ગોને આવરી લેતા 5 મુદ્દાઓની ગેરંટીની જાહેરાત કરી

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા ઝંઝાવતી ચૂંટણીપ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન કોંગ્રેસ પાર્ટીની આગામી લોકસભા ચૂંટણી માટે વિવિધ વર્ગોને આવરી લેતા પાંચ મુદ્દાઓની ગેરંટીની જાહેરાત કરી છે. જેમાં વિવિધ મુદ્દે આ મુજબ જાહેરાત કરવામાં આવી છે. • યુવા ન્યાય 1. પહેલી બાબત યુવાઓ માટે નોકરી પાક્કી : પ્રત્યેક શિક્ષિત […]

આરબીઆઈ દ્વારા 5 એપ્રિલે નાણાકીય નીતિ સમીક્ષાની જાહેરાત કરવામાં આવશે

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિ સમિતિ (MPC)ની પ્રથમ ત્રણ દિવસીય સમીક્ષા બેઠક 3 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. આ પછી, આરબીઆઈ દ્વારા 5 એપ્રિલે નાણાકીય નીતિ સમીક્ષાની જાહેરાત કરવામાં આવશે. આ સંદર્ભમાં, આર્થિક બાબતોના નિષ્ણાતોએ રવિવારે કહ્યું કે નાણાકીય વર્ષ 2024-25 માટે મોનેટરી પોલિસી કમિટીની સમીક્ષા […]

લોકસભા ચૂંટણીઃ શિવસેના(યુબીટી)એ 17 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

મુંબઈઃ લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ બનાવી છે. તેમજ ઉમેદવારોની પસંદગીની કવાયત તેજ બનાવી છે. દરમિયાન મહારાષ્ટ્રમાં શિવસેના (યુબીટી) એ, બુધવારે લોકસભા ચૂંટણી 2024 માટે 17 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, તેમની પાર્ટી મહારાષ્ટ્રમાં કુલ 22 સીટો પર ચૂંટણી લડશે. શિવસેના ટૂંક સમયમાં બાકીની પાંચ […]

લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાવાની છે જેને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરીને ચૂંટણી પ્રચાર તેજ બનાવ્યો છે. આ ઉપરાંત ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાને પણ ઝડપી બનાવવામાં આવી છે. દરમિયાન કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાંચ નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજસ્થાન માટે 4 અને […]

બ્રિટનની સ્કૂલોમાં મોબાઈલ ફોન ઉપર પ્રતિબંધ ફરમાવાયો, પીએમ સુનકે એક વીડિયો જાહેર કર્યો

લંડનઃ બ્રિટનની સ્કૂલોમાં મોબાઈલ ફોનની લત અને તેના કારણે થનારી મુશ્કેલીથી કંટાળીને અંતે મોબાઈલ ફોન ઉપર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. બ્રિટનના આ નિર્ણયને લઈને દુનિયાના દેશોએ પણ આ અંગે વિચારણા શરુ કરી છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકએ એક્સ પર એક વીડિયો શેર કરીને આ જાહેરાત કરી છે. We know how distracting mobile phones are in […]

ICCએ 2023 વર્લ્ડકપ માટે પોતાની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ 2023 વર્લ્ડ કપ માટે પોતાની સર્વશ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે. આ ટીમમાં 6 ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કેપ્ટન પેટ કમિન્સ આ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ICCએ રોહિત શર્માને પોતાની ટીમનો કેપ્ટન બનાવ્યો છે. 2023 વર્લ્ડ […]

ગુજરાતઃ મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે ગુજરાત રિન્યૂએબલ એનર્જી પોલીસી-2023 જાહેર કરી

અમદાવાદઃ ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ આપેલા ગ્રીન ગ્રોથના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક નક્કર કદમ ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી – 2023ની જાહેરાત કરીને ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાણાં અને ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં આ નવી ગુજરાત રિન્યૂએબલ એનર્જી પોલીસી – 2023 જાહેર કરી છે. આ પોલિસી વિન્ડ, સોલાર અને હાઇબ્રીડ ટેકનોલોજી પર આધારિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code