Site icon Revoi.in

ભારતમાં આતંકવાદી હુમલાની મોટી યોજના,ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું

Social Share

દિલ્હી:પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ભારતમાં મોટો આતંકવાદી હુમલો કરવાની તૈયારીમાં છે. દેશની ગુપ્તચર સંસ્થાઓએ ખતરાની ચેતવણી જારી કરીને એલર્ટ જાહેર કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુપ્તચર એજન્સીઓને આશંકા છે કે, ટિફિન બોક્સમાં IED મૂકીને મોટો હુમલો કરવામાં આવી શકે છે. દેશને હચમચાવી દેવા માટે, ગીચ વિસ્તારમાં બ્લાસ્ટ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે.

અહેવાલ મુજબ આ હુમલાનું આયોજન તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. આ પરિપૂર્ણ કરવા માટે મોટી સંખ્યામાં પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ પણ કરી શકે છે.હજુ થોડા દિવસો પહેલા જ દિલ્હી પોલીસે પાકિસ્તાની ટેરર ​​મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો.પોલીસે છ આતંકીઓની ધરપકડ કરી હતી. જેમાંથી બે આતંકીઓને પાકિસ્તાનમાં તાલીમ આપવામાં આવી છે.જો કે, સૌથી ખરાબ બાબત એ હતી કે,ધરપકડ કરાયેલા તમામ 6 ભારતીય હતા અને કોઈની વાતમાં આવીને પોતાના દેશનો નાસ કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા.

અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત આતંકી કેમ્પમાં હલચલ મચી ગઈ છે. સુરક્ષા એજન્સીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, તેમના માસ્ટર માઈન્ડ આતંકવાદીઓને ભારતમાં ઘુસાડવાના કાવતરામાં રોકાયેલા છે. માહિતી અનુસાર, પીઓકેમાં ત્રણ નવા આતંકી કેમ્પ સક્રિય થયા છે, જેના કારણે હવે આતંકી કેમ્પની સંખ્યા 17 થી વધીને 20 થઈ ગઈ છે.

સુરક્ષા એજન્સીઓ સાથે સંકળાયેલા એક અધિકારીના જણાવ્યા અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે ફેબ્રુઆરીમાં યુદ્ધવિરામ થયા બાદથી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ફરી એક વખત જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદીઓને ઘુસાડવાના કાવતરામાં વ્યસ્ત છે. 18-19 સપ્ટેમ્બરની રાત્રે નિયંત્રણ રેખા સાથે ઉરીમાં 6 આતંકીઓની ઘૂસણખોરીની માહિતી મળ્યા બાદ સેના છેલ્લા બે દિવસથી સતત આતંકવાદીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશનમાં વ્યસ્ત છે. આ આતંકવાદીઓ વિશે માહિતી મળી છે કે,તેઓ આવા આતંકી કેમ્પમાંથી તાલીમ લઈને જમ્મુ -કાશ્મીરમાં કોઈપણ મોટા આતંકવાદી હુમલાના કાવતરામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે.