Site icon Revoi.in

ભારતની ચિંતાજનક સ્થિતિ વચ્ચે ગ્રેટા થનબર્ગે કરી વિશ્વના દેશોને આ અપીલ

Social Share

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસની ચિંતાજનક સ્થિતિ અને પ્રકોપ વચ્ચે પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે મદદ માટે અપીલ કરી છે.

ભારતમાં કોરોનાનો ગ્રાફ સતત ઊંચો જઇ રહ્યો છે અને સતત વધતા કેસે વિશ્વના અનેક દેશોની ચિંતા વધારી છે ત્યારે તે વચ્ચે પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે ભારત માટે વિશ્વને મદદ માટે આગળ આવવા માટે અપીલ કરી છે.

ગ્રેટાએ ટ્વિટ કરીને કહ્યું કે ભારતમાં હાલની ઘટનાઓને જોઈને દુ:ખી છું. વિશ્વ આખાએ આગળ આવવું જોઈએ અને તરત જ મદદ પહોંચાડવી જોઈએ. નોંધનીય છે કે ગ્રેટાએ આ ટ્વિટની સાથે એક મીડિયા અહેવાલ પણ ટ્વિટ કર્યો છે જેમાં ભારતમાં કોરોના વાયરસના એક દિવસમાં 3 લાખથી વધારે કેસને દર્શાવવામાં આવ્યા છે.

આપને જણાવી દઇએ કે ગ્રેટા પર્યાવરણની કાર્યકર્તા છે અને થોડા મહિનાઓ પહેલા જ ભારતમાં થઇ રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં ગ્રેટાએ અવાજ ઉઠાવ્યો હતો અને તેના કારણે તે વિવાદોમાં ઘેરાઇ હતી.

અનેક દેશોએ ભારતની સહાયતા માટે હાથ લંબાવ્યો

ભારતમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને જોતા ઘણા બધા દેશોએ ભારત તરફ મદદનો હાથ આગળ વધાર્યો છે. રશિયાથી લઇને ઓસ્ટ્રેલિયા અને ફ્રાંસ જેવા દેશોએ ભારતને મદદ કરવાનુ આશ્વાસન આપ્યું છે અને મિત્રતાનો ધર્મ નિભાવ્યો છે.

(સંકેત)