Site icon Revoi.in

USમાં આકાશી આફતનો કહેર: રસ્તાઓથી લઇને મેટ્રો જળમગ્ન, ઇમરજન્સી જાહેર કરાઇ

Social Share

નવી દિલ્હી: અમેરિકાના ન્યૂયોર્કમાં આકાશી આફતે કહેર વર્તાવ્યો છે. ન્યૂયોર્કમાં હરિકેન આઇડાને કારણે જનજીવન ખોરવાયું છે. મુશળધાર વરસાદને કારણે ન્યૂયોર્ક તેમજ તેની આસપાસના વિસ્તારોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, અમેરિકાના ઉત્તરપૂર્વીય વિસ્તારમાં આઇડા તોફાનથી ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણી બધી જગ્યાએ ફ્લેશ-ફ્લડ તેમજ ટોર્નેડોને કારણે મુશળધાર વરસાદ પડ્યો છે.

ન્યૂયોર્કમાં ભારે વરસાદને કારણે મોટા ભાગની સેવાઓ ઠપ્પ છે. ન્યૂયોર્ક તેમજ નીવાર્ક લિબર્ટી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બધી ફ્લાઇટો રદ કરી દેવામાં આવી છે. તે ઉપરાંત ન્યૂજર્સીમાં બધી ટ્રેન પણ રદ્દ કરી દેવામાં આવી છે.

ન્યૂયોર્કના મેયર બિલ ડિ બ્લાસિયાએ લોકોને સૂચન કર્યું છે કે, તેઓ કોઇ હિસાબે રસ્તા પર ન રહે અને સુરક્ષિત સ્થળોએ ખસી જાય.

ન્યૂયોર્ક, બ્રુકલીન તેમજ ક્વીંસમાં ભારે વરસાદને કારણે નેશનલ વેધર સર્વીસે ત્યાં ઇમરજન્સી જાહેર કરી છે. તે ઉપરાંત એજન્સીએ કહ્યું છે કે, બધા જ ક્ષેત્રોમાં બચાવ અભિયાન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ગત બુધવારે નીવાર્ક એરપોર્ટ પર માત્ર 6 મિનિટના અંતરે અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.

નોંધનીય છે કે USમાં આ વરસાદે તમામ રેકોર્ડ બ્રેક કર્યા છે. આવો વરસાદ 100 થી 500 જેટલા વર્ષોમાં એકવાર થતો હોય છે. અગાઉ વર્ષ 2005માં જ હરિકેન કટરીના નામનું તોફાન આવ્યું હતું જો કે એ તોફાનથી પણ આ તુફાનમાં વધારે નુકશાનની આશંકા છે.