Site icon Revoi.in

IPL 2024: રોહિત શર્માએ સિક્સર ફટકારવા મામલે બનાવ્યો રેકોર્ડ

Social Share

મુંબઈઃ IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 20 રને હરાવ્યું હતું. આ જીત સાથે ચેન્નાઈની ટીમ આઠ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને યથાવત છે. જ્યારે મુંબઈની ટીમ આઠમા સ્થાને છે. આ મેચમાં મનોરંજનનો પૂરેપૂરો ડોઝ હતો. જ્યાં એક તરફ મહેન્દ્ર સિંહ ધોનીએ સતત ત્રણ સિક્સર ફટકારી હતી, તો બીજી તરફ ‘મુંબઈ ચા રાજા’ના નામથી પ્રખ્યાત રોહિત શર્માએ અણનમ સદી ફટકારી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે ઘણા રેકોર્ડ પણ બનાવ્યા. જો કે તે પોતાની ટીમને જીત સુધી લઈ જઈ શક્યો ન હતો.

રોહિતે 63 બોલમાં 11 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 105 રનની ઇનિંગ રમી હતી. મેચ દરમિયાન ત્રીજી સિક્સ મારીને તેણે ટી-20 ક્રિકેટમાં 500 સિક્સ પણ પૂરી કરી લીધી. આવું કરનાર તે ભારતનો પ્રથમ અને વિશ્વનો પાંચમો ખેલાડી બન્યો છે. રોહિતના નામે હાલમાં T20 ક્રિકેટમાં 419 ઇનિંગ્સમાં 502 સિક્સર છે. તેમાંથી તેણે આઈપીએલમાં 272 સિક્સર ફટકારી છે. તેના પહેલા ક્રિસ ગેલ, કિરોન પોલાર્ડ, આન્દ્રે રસેલ અને કોલિન મુનરો આ કરી ચુક્યા છે. ગેલના નામે 455 T20 ઇનિંગ્સમાં 1056 સિક્સર હતી.

ખેલાડી                દેશ                 ઈનિંગ્સ      સિક્સર

ક્રિક ગેલ              વેસ્ટ ઈન્ડિઝ       455             1056

કીરોન પોલાર્ડ     વેસ્ટ ઈન્ડિઝ       586              860

આંદ્રે રસેલ          વેસ્ટ ઈન્ડિઝ       420             678

કોલિન મુનરો      ન્યૂઝીલેન્ડ           409             548

રોહિત શર્મા        ભારત                 419              502