Site icon Revoi.in

એસ.જયશંકર નોર્વે, યુકે અને ઇરાકના વિદેશ મંત્રીઓને મળ્યા,અફઘાનિસ્તાન અને ઇન્ડો-પેસિફિક મુદ્દે કરી ચર્ચા

Social Share

દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકર સોમવારે સ્થાનિક સમય મુજબ ન્યૂયોર્ક પહોંચ્યા. ત્યાં તેમણે નોર્વે, ઇરાક અને બ્રિટનના તેમના સમકક્ષો સાથે વાતચીત કરી. જયશંકરે બ્રિટનના નવનિયુક્ત વિદેશ સચિવ લિઝ ટ્રુસ અને ઈરાકના વિદેશ મંત્રી ફુઆદ હુસેન સાથે વાતચીત કરીને ખુશી વ્યક્ત કરી હતી.

તેમણે ટ્વિટ કર્યું, ‘મારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક શરૂ થઈ ગઈ છે. નોર્વેની  વિદેશ મંત્રી ઈને એરિક્સન સોરાઇડ સાથે મુલાકાત થઇ. સુરક્ષા પરિષદમાં સાથે મળીને અમારા કામની પ્રશંસા કરી. અફઘાનિસ્તાન મુદ્દે ટૂંકમાં ચર્ચા કરવામાં આવી હતી.આંતરરાષ્ટ્રીય સમુદાયે એક થઈને કામ કરવું પડશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમેરિકાની મુલાકાતે જવાના છે તે પહેલા જયશંકર યુએનજીએ સાથે બહુપક્ષીય અને દ્વિપક્ષીય બેઠકો યોજશે.અધિકારીઓએ જણાવ્યું હતું કે,વિદેશ મંત્રી 26 સપ્ટેમ્બરે જી 4 વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપશે. જો કે, આ બેઠકની વિગતોની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.G4 રાષ્ટ્રોમાં બ્રાઝિલ, જર્મની, ભારત અને જાપાન છે.

આ સિવાય અફઘાનિસ્તાન મુદ્દે પણ અનેક બેઠકો થવાની અપેક્ષા છે. કતાર બેઠકોનું પણ આયોજન કરી રહ્યું છે જેમાં ભારત પણ ભાગ લે તેવી અપેક્ષા છે. વિશ્વભરના ટોચના નેતાઓ ન્યૂયોર્કમાં ભેગા થઈ રહ્યા છે. પીએમ મોદી 25 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે