Site icon Revoi.in

રામાયણના ગુણગાન કરવા લાગ્યા કન્હૈયા કુમાર, કહ્યુ- રામલહેર સારી વાત

Social Share

નવી દિલ્હી: જેએનયૂની છાત્ર રાજનીતિ દરમિયાન સેક્યુલર રાજનીતિની વાત કરનારા કન્હૈયા કુમાર હવે રામાયણના ગુણગાન કરવા લાગ્યા છે. પહેલા ચર્ચા હતી કે તેઓ બિહારના બેગૂસરાયથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડશે. જો કે ગઠબંધનની ફોર્મ્યુલા હેટળ આ બેઠક લેફ્ટ પાસે ચાલી ગઈ. હવે ચર્ચા છે કે તેમને દિલ્હીમાં મનોજ તિવારી સામે કોંગ્રેસ ઉમેદવાર બનાવે તેવી શક્યતા છે.

પીટીઆઈને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કન્હૈયા કુમારે રામ અને રામાયણના ખૂબ ગુણગાન કર્યા છે. તેમમે ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ કે રામની લહેર સારી વાત છે, નાથુરામની લહેર હોવી જોઈએ નહીં. કન્હૈયા કુમારે કહ્યુ છે કે ભાજપ રામનું નામ લઈને પણ પોતાનો કોમવાદી અને વિભાજનકારી એજન્ડા ચલાવી રહ્યા છે. કન્હૈયા કુમારે કહ્યુ છે કે જે પ્રકારે ભાજપ ગાંધી-નહેરુના નામ લઈને પરિવારવાદની વાત કરે છે. તેનાથી પણ વધારે ખતરનાક વ્યક્તિવાદ છે.

કન્હૈયા કુમારે કહ્યુ છે કે રામનું નામ તો હંમેશાથી દેશમાં વસેલું છે. લોકો અને સ્થાનોના નામ રામના નામ પર હોય છે. અન્ય ધર્મોની વાત કરીએ, તો કોઈ ધર્મ વિશેષનું મહત્વ સૌથી વધારે હોઈ શકે છે, પરંતુ હિંદુ ધર્મમાં તમામ સ્થાનો અને તમામ દેવતાઓનું મહત્વ સમાન છે. માટે હિંદુ ધર્મ અન્યોથી અલગ છે. પરંતુ જે લોકો હિંદુ ધર્મમાં આસ્થા રાખે છે, તેમને રાજકીય લાભ માટે ઠગાય રહ્યા છે.

રામાયણનું ગુણગાન કરતા કન્હૈયા કુમારે કહ્યુ છે કે આ જીવન જીવવાની રીત શીખવાડે છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે શું નૈતિક છે અને શું અનૈતિક છે. રામ અને રામાયણ માત્ર એક રૂપમાં નથી, પરંતુ અનેક રૂપમાં છે. જો તમે રામાયણની જ વાત કરો છો, તો તુલસીદાસજીની રામાયણ, વાલ્મીકિ રામાયણ અને ઘણી બધી કિંવદંતિઓ છે. દેશમાં સેંકડો પ્રકારે રામાયણ છે. આ દેશનો ઈતિહાસ અને સંસ્કૃતિ રામથી જોડાયેલી છે. તેમણે કહ્યુ છે કે જ્યારે ભાજપ ન હતું, ત્યારે પણ રામનું નામ હતું અને જ્યારે ભાજપ નહીં હોય, ત્યારે પણ રામનું નામ રહેશે.

પરિવારવાદ પર વાત કરતા કોંગ્રેસના નેતા કન્હૈયાકુમારે કહ્યુ છે કે તેમને પુછવું જોઈએ કે જ્યાં સુધી જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસમાં હતા, તે પરિવારવાદી હતા અને ભાજપમાં ગયા બાદ રાષ્ટ્રવાદી કેવી રીતે થઈ ગયા. તેઓ સમાજવાદી અને સંઘવાદી કેવી રીતે થઈ ગયા. તેમણે કહ્યુ છે કે રવિશંકર પ્રસાદ, પિયૂષ ગોયલ, અનુરાગ ઠાકુર અને બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ પણ પરિવારવાદના ઉદાહરણ છે. આ વાત પર ધ્યાન આપવું જોઈએ કે રાજીવ ગાંધી અને ઈન્દિરા ગાંધીએ આ દેશ માટે જીવ આપ્યો છે. કન્હૈયા કુમારે કહ્યુ છે કે મોદીજી એકલા નિર્ણય લે છે અને ખટ્ટરને સીએમ પદેથી હટાવી દેવામાં આવે છે. શિવરાજસિંહ ચૌહાનને હટાવી દેવાય છે. પરિવારવાદથી વધારે ખતરનાક વ્યક્તિવાદ છે.