Site icon Revoi.in

કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ ઉડુપીમાં BJPના કાર્યક્રમમાં PM મોદી અને CM યોગી રહેશે હાજર

Social Share

બેંગ્લોરઃ કર્ણાટકમાં તા. 10મી મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે, આ દરમિયાન 4 મેના રોજ ઉડુપીમાં ભાજપના કાર્યકરોનું સંમેલન યોજાવાનું છે. આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક જ મંચ ઉપર જોવા મળે તેવી આશા ભાજપના સ્થાનિક તેનાઓ અને કાર્યકરો રાખી રહ્યાં છે.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 4 મેના રોજ ઉડુપીમાં ભાજપના કાર્યકર્તાઓના સંમેલનમાં હાજરી આપે તેવી શક્યતા છે. ભાજપના ઉડુપી જિલ્લા અધ્યક્ષ કુઈલાડી સુરેશ નાયકે સંકેત આપ્યો હતો કે વડા પ્રધાન કર્ણાટકમાં 10 મેની વિધાનસભાની ચૂંટણી પહેલા પાર્ટી કાર્યકરોના સંમેલનમાં હાજરી આપશે. શહેરમાં અથવા અન્ય કોઈ યોગ્ય જગ્યાએ વિશાળ સમારોહનું આયોજન કરવામાં આવશે. આ બાબતે રાષ્ટ્રીય નેતાઓએ જિલ્લાના પક્ષના નેતાઓને જાણ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે મોદીની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આવે તેવી શક્યતા છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી એક જ તબક્કામાં યોજાશે. 10 મેના રોજ મતદાન થશે, જ્યારે 13 મેના રોજ પરિણામ જાહેર થશે. હાલમાં અહીં ભાજપની સરકાર છે. બસવરાજ બોમાઈ મુખ્યમંત્રી છે. કર્ણાટકમાં છેલ્લા 38 વર્ષમાં ક્યારેય એવું બન્યું નથી કે કોઈ પાર્ટી સતત બીજી વખત સત્તામાં આવી હોય. આવી સ્થિતિમાં આ વખતે સ્પર્ધા ખૂબ જ રોમાંચક બની રહી છે. ભાજપ સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે કોંગ્રેસ અને જેડી(એસ) સત્તામાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યા છે.