Site icon Revoi.in

કરૂણા અભિયાનઃ વડોદરામાં 10 દિવસમાં 1300થી વધુ પક્ષીઓ બચાવાયાં

Social Share

અમદાવાદઃ વડોદરા કરૂણા અભિયાન હેઠળ દસ દિવસના સમયગાળામાં 1300થી વધારે પક્ષીઓને સારવાર આપીને બચાવી લેવામાં આવ્યાં છે. હાલ 1221 પક્ષીને સારવર હેઠળ રાખવામાં આવી રહી છે. કરૂણા અભિયાન હેઠળ પક્ષીઓને બચાવી લેવા માટે 49 ટીમો જોડાઈ હતી.

દર વર્ષે ઉતરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીથી ઘાયલ થયેલ પક્ષીઓને બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર આપવા કરૂણાઅભિયાન છેલ્લા ચાર વર્ષથી ચલાવવામાં આવે છે, ચાલુ વર્ષે પણ કરૂણા અભિયાન-2022 તા. 10મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી સુધી હાથ ધરવામાં આવ્યું હતું.

કરૂણા અભિયાન અંતર્ગત વડોદરા શહેરના તમામ સેવાભાવી સંગઠનો તથા સ્વયં સેવકો સાથે નાયબ વન સંરક્ષક, સામાજીકવનીકરણ વિભાગ, વડોદરાના અધ્યક્ષ સ્થાને તા. 27મી જાન્યુઆરીના રોજ વન્યજીવ સુરક્ષા કેન્દ્ર, વડોદરા ખાતે એક દિવસીય મીટીંગનુંઆયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લા વહીવટી તંત્ર સાથે તા. 31મી ડિસેમ્બર 2021ના રોજ કલેકટરની અધ્યક્ષતામાં રચાયેલી કમિટીમાં અન્ય વિભાગો જેવા કે, પશુપાલનવિભાગ, વીજ કંપની, પોલીસ વિભાગ, ફાયર બ્રીગેડ, 1962, એમ.એસ.યુનિવર્સીટી તથા સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથેબેઠક કરી અને જેતે વિભાગોને કરવાની થતી કામગીરી અંગે સૂચના આપવામાં આવી હતી.

વડોદરા શહેરમાં અને તાલુકાકક્ષાએ-14 મળી કુલ-49 પક્ષી સારવાર અને બચાવ કેન્દ્રો, કરૂણા અભિયાનમાં વડોદરા શહેર અને વડોદરા જીલ્લામાં ૩૬સ્વૈચ્છિક સંસ્થા જોડાયેલ હતી અને જીલ્લા-શહેરમાં કુલ-49 રીસ્પોન્સ કમ બચાવ કેન્દ્ર, કરૂણા એમ્બ્યુલન્સ-3 તાલુકા વેટરનરીદવાખાના-10, દોરી કલેક્શન સેન્ટર-15 કાર્યરત રાખવામાં આવી હતી. જેમાં 700થી વધુ સ્વયં સેવકો અને 100 જેટલા સરકારીઅધિકારી-કર્મચારી જોડાયેલ હતા.

વડોદરા શહેર અને જીલ્લામાં ઉભા કરવામાં આવેલ રિસ્પોન્સ કમ બચાવ કેન્દ્રો પર કુલ 1342 પક્ષીને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જે પૈકી 89 પક્ષી મૃત્યુ પામ્યા હતા અને 32પક્ષીઓને સારવાર આપી તેના કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા છે. 1221 પક્ષીને સારવર હેઠળ રાખવામાં આવ્યા હતા.