Site icon Revoi.in

સૌરાષ્ટ્રથી પ્રથમવાર ગુડસ ટ્રેનમાં કેરળ 1135 ટન ચણાની નિકાસ

Social Share

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે ચણાનું મબલખ ઉત્પાદન થયું છે ત્યારે આ ચણાને અન્ય રાજયમાં મોકલવા માટે પશ્ચિમ રેલવેએ બીડુ ઝડપ્યું છે. પશ્ચિમ રેલવેએ ચણા મોકલવા ટ્રેન ફાળવી હતી જેમાં 1335 ટન ચણા કેરળ મોકલવામાં આવ્યા હતા. રાજકોટ ગુડસ ટ્રેન દ્વારા પ્રથમવાર ચણાનું પરિવહન કરવામાં આવ્યું છે.

રાજકોટ ડિવીઝનના સીનીયર ડીસીએમના જણાવ્યા અનુસાર, નવી નવી કોમોડિટીનું રેલ માર્ગે પરિવહન શરુ કરવા માટે રેલવે અધિકારીઓ તથા નીરીક્ષકો દ્વારા સતત સર્વે કરવામાં આવી રહ્યો છે. આ ક્રમમાં વ્યાપારીઓ સાથે સંપર્ક કરીને રેલ માર્ગ દ્વારા માલ સામાન મોકલવાના ફાયદાઓ સમજાવાના કરવામાં આવતા પ્રયત્નોને સફળતા મળી છે. રાજકોટ ડીવીઝનની બીડીયુ (બીઝનેસ ડેવલપમેન્ટ યુનિટ) ના સતત કરવામાં આવેલા પ્રયત્નોના ફળ સ્વરુપે રાજકોટ ગુડસ શેડ દ્વારા પહેલીવાર ચણાનું પરિવહન કરવામાં આવ્યું છે. રાજકોટ ગુડસ રોડ દ્વારા તાજેતરમાં માલગાડીના 21 વેગનોમાં આશરે 1335 ટન ચણા કેરળ સ્થિત તુરૂન્નાવાયા માટે પરિચાલન કરવામાં આવ્યું છે. જેથી ડિવીઝનને આશરે 35 લાખ રૂપિયાનો ફાયદો થયો છે.