Site icon Revoi.in

ખાન સર ઉર્ફે ફૈસલ ખાનનો ભાંડો ફૂટ્યો, જાણો તેના ગામના લોકોએ શું કહ્યું?

Khan Sir alias Faisal Khan's pot exploded, know what the people of his village said?

Khan Sir alias Faisal Khan's pot exploded, know what the people of his village said?

Social Share

પટણા, 6 જૂન 2026: ખાન સર ઉર્ફે ફૈસલ ખાનનો ભાંડો છેવટે ફૂટી ગયો છે. બિહારમાં તેના ગામ દેવરિયાના નાગરિકો જ કહે છે કે, આ માણસ શિક્ષક નથી પરંતુ માફિયા છે. એ સાથે દેવરિયામાં તેણે બનાવેલું મોટું મકાન પણ શંકાના દાયરામાં આવી ગયું છે.

પટણાના શિક્ષક ફૈસલ ખાન અર્થાત ખાન સર પર હવે તેમના જ વતનના ગામલોકોએ અનેક ગંભીર આક્ષેપો કર્યા છે. જ્ઞાનબિંદુ કોચિંગ સાથે ચાલી રહેલા વિવાદમાં એફઆઈઆર (FIR) નોંધાયા બાદ ખાન સર પર ધરપકડની તલવાર લટકી રહી છે. આ દરમિયાન જ્યારે મીડિયાની ટીમ ખાન સરના વતને પહોંચી ત્યારે ત્યાંથી કેટલીક ચોંકાવનારી વિગતો જાણવા મળી છે.

ફૈસલ ખાન સર મૂળ ઉત્તર પ્રદેશના દેવરિયાનો વતની છે અને ત્યાંના ભાટપારરાની ગામમાં તેનું ઘર છે. ગામમાં ફૈસલ ખાને 3 માળનું આલીશાન મકાન બનાવ્યું છે. મીડિયા ટીમે જ્યારે ત્યાંના લોકો સાથે વાત કરી તો તેમના સગા કાકા અને સ્થાનિક કાઉન્સિલર સહિતના લોકોએ ખાન સર પર આકરા પ્રહારો કર્યા હતા.

આ પણ વાંચોઃ પાસપોર્ટ ઑફિસમાં દર બુધવારે એપોઈન્ટમેન્ટ વિના પૂછપરછ, દસ્તાવેજ રજૂ કરવા જઈ શકાશે

ગામલોકોનો આક્ષેપ

ખાનના વતનના ગામમાં તેમના મહોલ્લાના કાઉન્સિલર, આસપાસના પડોશીઓ અને સંબંધમાં કાકા થતા લોકોએ જણાવ્યું કે, એક સામાન્ય પરિવારમાંથી આવતા ખાન સર પાસે પ્રસિદ્ધિ અને પૈસા આવતા જ તેમનામાં ભારે ઘમંડ આવી ગયો છે.

ભાટપારરાનીના ડોમ ડીહ મહોલ્લાના અગ્રણી આદિત્ય સિંહે જણાવ્યું કે, અહીં ખાનનો ભારે દબદબો છે. તેમના ઘરની સામે નગર પંચાયત દ્વારા ગટર (નાળા) નું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું, જેને તેમણે રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેમના માત્ર એક ફોન પર આખી વહીવટી ટીમ નાળાનું કામ રોકવા માટે ત્યાં દોડી આવી હતી.

જ્યારે સ્થાનિક રહેવાસી અશોક સિંહે જણાવ્યું કે, “તેમની (ખાન સર) વિરૂદ્ધ અત્યારે જે કંઈ પણ થઈ રહ્યું છે તે યોગ્ય જ થઈ રહ્યું છે. તેમણે અમારા મહોલ્લામાં જમીન ખરીદી હતી અને રસ્તા માટે તેઓ છેલ્લા 2 વર્ષથી અમારી પાછળ પડ્યા છે. તેમણે મહોલ્લાના તમામ લોકોને પરેશાન કર્યા છે અને મારા ઘરના ફળિયાની દીવાલ પણ તોડાવી દીધી હતી.”

‘તે મોટો નટવરલાલ છે, પોતાને ભગવાન સમજી રહ્યો છે’

સંબંધમાં ખાન સરના કાકા થતા ઈમરાને આકરા શબ્દોમાં જણાવ્યું કે, “ખાન સર શિક્ષક નથી પણ માફિયા છે. જે બાળકો યુટ્યુબ (YouTube) પર ક્લાસ કરી રહ્યા છે, તેમને તેઓ છેતરી રહ્યા છે. તેઓ બાળકોની જિંદગી સાથે રમત રમે છે અને ગંદી માનસિકતા ધરાવે છે. તેઓ પોતાની સામે કોઈને આગળ વધતા જોઈ શકતા નથી. તેઓ પોતાને ભગવાન સમજી રહ્યા છે અને તેમને પૈસાનું ભારે અભિમાન છે. તે બહુ મોટો નટવરલાલ છે. જો તેમની કોચિંગમાંથી 10 બાળકો પાસ થાય છે, તો તેઓ દુનિયાને 20 બાળકો પાસ થયાનું બતાવે છે.” ઈમરાને વધુમાં આક્ષેપ કર્યો કે, પટણામાં કોચિંગ બહાર જે ગોળીબાર થયો છે તે તેમણે પોતે જ કરાવ્યો હશે અને તેમને આની સખત સજા મળવી જોઈએ.

મહોલ્લાના અન્ય એક રહેવાસીએ પણ જણાવ્યું કે, ગોળીબાર ખાન સરે જ કરાવ્યો હશે. તેમણે પોતાના કાકાના ઘરના ચોગાનની દીવાલ પણ તોડાવી દીધી છે. તેઓ પોતાને બહુ મોટા માણસ સમજે છે અને તેમના પિતાજી લોકોને હાઈકોર્ટમાં ખેંચી જવાની ધમકીઓ આપે છે.

કોચિંગ બહાર ફાયરિંગના કેસમાં બે ગાર્ડની ધરપકડ

નોંધનીય છે કે, ‘ખાન ગ્લોબલ સ્ટડીઝ’ (KGS) ના સ્થાપક ખાન સરની પટના સ્થિત કોચિંગ સંસ્થાની બહાર થયેલી મારામારી અને ગોળીબારના કેસમાં પોલીસે તેમના 2 સિક્યોરિટી ગાર્ડ્સની ધરપકડ કરીને જેલ ભેગા કરી દીધા છે. આ કેસમાં ખાન સરને પણ નામજોગ આરોપી બનાવીને ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સંજોગોમાં તેમની પણ ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે તેવી અટકળો તેજ બની છે.

ત્રણ માળના આલીશાન મકાનને લઈને પણ વિવાદ

દેવરિયામાં તેમના ગામના લોકોએ જણાવ્યું કે ફૈસલ ખાન સર ગામમાં ક્યારેક જ આવે છે. તેમણે ગામમાં એક મોટું 3 માળનું મકાન બનાવ્યું છે. તે મકાનની સામેથી પસાર થતા રસ્તાની કિનારે સરકાર દ્વારા બનાવવામાં આવી રહેલા નાળાને લઈને ભારે વિવાદ થયો હતો. હાલમાં, ખાન સરની ધરપકડની આશંકા વચ્ચે પટનામાં પોલીસ દ્વારા અલગ-અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

Exit mobile version