Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- શિયાળામાં બનાવો બટાકા-બીટના ગરમ મસાલાથી ભરપુર સ્પાઈસી ગરમા ગરમ વડા

Social Share

સાહિન મુલતાનીઃ-

 

હાલ શિયાળો શરુ થઈ ગયો છે,શિયાળાની સાંજે ગરમા ગરમ નાસ્તાો કરવાનું સૌ કોઈને મન થાય છે, આ સાથે જ શિયાળામાં ભરપુર પ્રમાણમાં વિટામીન્સ યુક્ત શાકભાજીઓ પણ આવતા હોય છે જેમાં બીટ પણ આવે છે તો આજે આપણે બીટ અને બટાકાના સ્પાઈસી વડા બનાવવાની રીત જોઈશું ,જે ખાવામાં ખૂબ  ટેસ્ટિ હશે

બીટ બટાકા વડા બનાવવાની રીત

બીટ વડા બનાવવાની રીત

સૌ પ્રથમ લીલા મરચા, આદુ,લવિંગ, લીંબુના ફૂલ એક મિક્સરની જારમાં ક્રસ કરી લેવા

હવે બાફેલા બટાકાના ક્રશમાં છીણેલું બીટ એડ કરવું ત્યાર બાદ તેમાં તમારા સ્વાદ પ્રમાણે મીઠું, એડ કરીને  કલોંજી એડ કરવી

હવે આ મિશ્રણમાં આદુ મરચા વાળો ક્રશ કરેલો મસાલો એડ કરી લેવો

હવે તેમાં એક કપ જેટલા લીલા ઘાણા જીણા જીણા સમારેલા એડ કરી બરાબર મિશ્રણ મિક્સ કરવું

હવે આ મિશ્રણમાંથી એક સરખી સાઈઝના નાના નાના બોલ તૈયાર કરી લેવા

હવે એક તપેલીમાં બેસન લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને જરુર પ્રમાણે પાણી નાખી ઘટ્ટ ખીરું તૈયાર કરવું

હવે એક કઢાઈમાં તેલ લઈને ગેસ પર ગરમ કરવા રાખી દો,

હવે આલૂ બીટના બનાવેલા વડાને આ બેસનના ખીરામાં બોળીને તેલમાં બ્રાઉન થાય ત્યા સુધી તળી લેવા, તૈયાર છે ગરમા ગરમ બીટ વડા