Site icon Revoi.in

પૌષ્ટિક અને ક્રિસ્પી પાલક રવા ઢોંસા બનાવવાની જાણો રેસીપી

Social Share

શિયાળાની ઋતુમાં બજારમાં લીલી શાકભાજી મોટી માત્રામાં જોવા મળે છે. આ શાકભાજીને આરોગવાથી આરોગ્યને ફાયદા થાય છે. લીલી શાકભાજીમાં પણ પાલકને આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ બાળકો શાકભાજીથી દૂર ભાગતા હોય છો. તો તેમના માટે ઘરે જ બનાવી શકાય છે, પાલક રવા ઢોંસા, આ પાલક રવા ઢોંસા બાળકોની સાથે આપણે પણ ટેસ્ટી લાગશે તો, જાણો જાણીએ ઝટપટ તૈયાર થતી આ ડીસની રેસેપી

રવો (સોજી): 1 કપ

ચોખાનો લોટ: 1/4 કપ (ડોસાને ક્રિસ્પી બનાવવા માટે)

ઘઉંનો લોટ: 1/4 કપ

તાજી પાલક:1 કપ (ઝીણી સમારેલી અથવા બાફેલી)

લીલા મરચાં: 2-3 (સ્વાદ મુજબ)

આદુ: 1 નાનો ટુકડો

જીરું: 1 ચમચી

મીઠું: સ્વાદ અનુસાર

તેલ: જરૂર મુજબ

પાણી: બેટર બનાવવા માટે

સૌ પ્રથમ પાલકને સાફ કરી પાણીથી ધોઈ લો. ત્યારબાદ તેને ગરમ પાણીમાં થોડીવાર ઉકાળી લો. પાલક ઠંડી થાય એટલે તેમાં આદુ અને લીલા મરચાં ઉમેરી મિક્સરમાં સ્મૂધ પ્યુરી બનાવી લો. એક મોટા વાસણમાં રવો, ચોખાનો લોટ અને ઘઉંનો લોટ મિક્સ કરો. હવે તેમાં તૈયાર કરેલી પાલકની પ્યુરી, જીરું અને મીઠું ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરતા જઈને એકદમ પાતળું (છાશ જેવું) દ્રાવણ તૈયાર કરો. આ બેટરમાં ગઠ્ઠા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું. તૈયાર કરેલા બેટરને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે બાજુ પર રાખી દો. આમ કરવાથી સોજી પાણી શોષી લેશે અને ડોસા એકદમ સરસ ઉતરશે. 15 મિનિટ પછી જો બેટર ઘટ્ટ લાગે તો થોડું પાણી ઉમેરી ફરી પાતળું કરી લો. હવે નોન-સ્ટિક તવાને ગેસ પર ગરમ કરવા મૂકો. તવો ગરમ થાય એટલે તેના પર થોડું તેલ લગાવી પાણીના છાંટા નાખી સાફ કરી લો. હવે વાટકી કે ચમચાની મદદથી બેટરને તવા પર કિનારીથી શરૂ કરીને વચ્ચેની તરફ ફેલાવો (રવા ડોસાને ફેલાવવાના હોતા નથી, માત્ર રેડવાના હોય છે). મધ્યમ તાપ પર ઢોંસાની કિનારીઓ છૂટી પડે અને તે ગોલ્ડન બ્રાઉન તેમજ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. જરૂર મુજબ આજુબાજુ થોડું તેલ નાખો. રવા ડોસાને એક જ બાજુ શેકવાથી પણ તે સરસ લાગે છે, પરંતુ તમે ઈચ્છો તો પલટાવીને બીજી બાજુ પણ શેકી શકો છો.

આ ગરમાગરમ અને હેલ્ધી પાલક રવા ઢોંસાને નારિયેળની સફેદ ચટણી અથવા સીંગદાણા-કોથમીરની તીખી ચટણી સાથે સર્વ કરો. બાળકોના લંચ બોક્સ કે સવારના નાસ્તા માટે આ એક બેસ્ટ હેલ્ધી ઓપ્શન છે. જો તમારે ઢોંસા વધુ ટેસ્ટી બનાવવા હોય તો બેટરમાં ઝીણી સમારેલી ડુંગળી અને મીઠો લીમડો પણ ઉમેરી શકો છો.

આ પણ વાંચોઃ યુવાન દેખાવા માંગતા હોય તો કોફી પીવાની આદત પાડો, સંશોધનમાં થયો ખુલાસો

Exit mobile version