Site icon Revoi.in

આધારકાર્ડની જેમ ચૂંટણીકાર્ડ પણ ડિજિટલ ફોર્મેટમાં મળશે, ચૂંટણીપંચે શરૂ કરી તૈયારી

Social Share

દિલ્હીઃ દેશમાં લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારો માટે ચૂંટણી ઓળખકાર્ડ જરૂરી છે. દરમિયાન ચૂંટણુપંચ દ્વારા કાર્ડની પ્રક્રિયા વધુ સરળ બનાવવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. ચૂંટણીપંચ આગામી સમયમાં ડિજિટલ ચૂંટણીકાર્ડ લોન્ચ કરે તેવી શકયતા છે. જેથી મતદારો ડિજિટલ ફોર્મેલમાં ચૂંટણીકાર્ડને પોતાની સાથે સરળતાથી રાખી શકશે.

સુત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી ઓળખકાર્ડને ડિજિટલ ફોર્મેટમાં લાવવાની તૈયારીઓ શરૂ કરી છે. જો ડિજિટલ ફોર્મેટ કરવામાં આવશે તો મતદારો ઓધારકાર્ડની જેમ ચૂંટણીકાર્ડને સરળતાથી ડાઉનલોડ કરી શકશે. મતદારોને વોટર હેલ્પલાઈન એપ વડે KYC કરાવવાની સુવિધા પણ મળશે. આ ફેરફાર સાથે ચુંટણી પંચનો ધ્યેય મતદારોને ઈપીઆઈસી સુવિધા આપવાનો છે. મતદારો ડાઉનલોડ કરેલા ચૂંટણી કાર્ડની મદદથી ચૂંટણીમાં મતદાન પણ કરી શકશે. આ નિર્ણયથી મતદારોને ચુંટણી કાર્ડ મોડા મળવા કે ન મળવાની સમસ્યામાંથી પણ મુક્તિ મળશે.

સુત્રોના જણાવ્યા અનુસાર ઓવરસીઝ મતદારોને પણ ડિજિટલ વોટર કાર્ડની સુવિધાનો લાભ મળશે. જો કે હાલ વિદેશમાં રહેતા ભારતીયોને મતદાન કરવાની સુવિધા નથી. પરંતુ ચુંટણી પંચે આ બાબતને લઈ પ્રસ્તાવ સરકારને મોકલ્યો છે. ઓવરસીઝ ભારતીયોને હાલ વોટર્સ કાર્ડ પણ આપવામાં આવતું નથી. પરંતુ આ નિર્ણય અમલમાં આવશે તો ઓવરસીઝ વોટર્સ પણ તેમના ડિજિટલ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.