Site icon Revoi.in

 ભારતના વધુ એક રાજ્યમાં લોકડાઉનઃ કર્ણાટકમાં 14 દિવસનું લોકડાઉન જાહેર

Social Share

મુંબઈઃ ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે દિલ્હી સહિતના રાજ્યોમાં લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન કરવા માટે તબીબોએ અગાઉ અભિપ્રાય આપ્યો હતો. બીજી તરફ કેન્દ્ર સરકારે લોકડાઉનના નિર્ણય અંગે રાજ્ય સરકારોને સત્તા આપી છે. દરમિયાન કર્ણાટકમાં કોરોનાના કેસ વધતા 14 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

ભારતમાં કોરોનાના કેસ વધતા કેન્દ્ર સહિત વિવિધ રાજ્ય સરકારોની ચિંતામાં વધારો થયો છે. દરમિયાન દિલ્હી પહેલા જ એક અઢવાડિયાનું લોકડાઉનને લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે આ કડીમાં કર્ણાટક પણ સામેલ થઇ ગયુ છે. કર્ણાટકમાં 14 દિવસનાં લોકડાઉનની જાહેરાત કરવામા આવી છે. અહી સતત કોરોનાનાં કેસ વધી રહ્યા છે જેના કારણે આવતી કાલ સાંજથી 14 દિવસનું લોકડાઉનની ઘોષણા કરવામા આવી છે.

મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ જાહેરાત કરી કે રાજ્યમાં દિલ્હી અને મહારાષ્ટ્રથી પણ વધુ ઝડપથી કોરોના ફેલાઈ રહ્યો છે, આ કિસ્સામાં 14 દિવસ માટે ‘કર્ફ્યુ’ લગાવાઈ રહ્યો છે. કર્ણાટકમાં આવતીકાલ રાતથી આ કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવશે. આ લોકડાઉન દરમિયાન, ફક્ત આવશ્યક સેવાઓને જ છૂટ આપવામાં આવશે. પરંતુ આવશ્યક ચીજો સાથે સંબંધિત દુકાનો પણ 4 કલાક માટે ખુલ્લી રહેશે. ઉત્પાદન ક્ષેત્ર ખુલ્લું રાખવામાં આવશે, પરંતુ વસ્ત્રો-બાંધકામ બંધ રહેશે.