Site icon Revoi.in

લોકસભા ચૂંટણીઃ I.N.D.I.A માં ઉત્તરપ્રદેશની બેઠકોને લઈને વિવાદ, કોંગ્રેસને 8 બેઠક આપવા અખિલેશ તૈયાર

Social Share

લખનૌઃ દેશમાં આગમી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. ભાજપને સત્તામાંથી દુર રાખવા માટે કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી દળોએ એક ગઠબંધન કર્યું છે. જો કે, આ ગઠબંધનમાં લોકસભા ચૂંટણીની ટીકીટ ફાળવણીને લઈને ખેંચતાણ ચાલી રહ્યાંનું જાણવા મળે છે. વિપક્ષી એકતાદળની આગામી બેઠકમાં બેઠકોની ફાળવણી મામલે ચર્ચા કરવામાં આવશે. તે પહેલા જ ગઠબંધનના વિવિધ રાજકીય પક્ષો બેઠકોને લઈને પોતાની રીતે દાવા કરી રહ્યાં છે. આ દાવાઓને કારણે જ ઉત્તરપ્રદેશ અને બિહાર સહિત 3 રાજ્યમાં સમસ્યા ઉભી થવાની શક્યતા છે.

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી ગઠબંધનનું નેતૃત્વ કરવા માંગે છે. તેમજ ઉત્તરપ્રદેશમાં ગઠબંધન માટે કોંગ્રેસને માત્ર આઠ બેઠકોની ઓફર કર્યાનું ચર્ચાય રહ્યું છે. આ આઠ બેઠકો પૈકી મોટાભાગની શહેરી બેઠકો છે. સમાજવાદી પાર્ટીએ ગઠબંધન માટે વારાણસી, લખનૌ જેવી આઠ બેઠકોની ઓફર કરી છે. સમાજવાદી પાર્ટીએ જે સીટોની ઓફર કરી છે ત્યાં સમાજવાદી પાર્ટીનો જનાધાર ખુબ ઓછો છે. સુત્રોના જણાવ્યા અનુસાર તાજેતરમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય બાદ વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ ઉપર પ્રેશર ઉભો કરવાનો પ્રયાસ કરી રહી છે.

વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનની અંતિમ બેઠક દિલ્હીમાં મળી હતી. વિધાનસભાની ચૂંટણી દરમિયાન  બેઠક યોજાઈ ન હતી. અંતિમ બેઠકમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીએમ પદના દાવેદાર તરીકે કોંગ્રેસના સિનિયર નેતા મલ્લિકાર્જુન ખડગેના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. આ પ્રસ્તાવને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ સહિતના નેતાઓ સમર્થન આપ્યું હતું. જો કે, ખડગેએ પોતે દાવેદાર હોવાની વાતનું ખંડન કર્યું હતું.