1. Home
  2. Tag "UTTERPRADESH"

મહાકુંભથી ઉત્તરપ્રદેશને 3 લાખ કરોડની આવકનો અંદાજ

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં આયોજિત મહાકુંભમાં યોગી સરકારે કરોડો રૂપિયા ખર્ચ્યા છે. બીજી તરફ વિપક્ષ મહાકુંભના આયોજન અંગે સરકાર પર સતત પ્રશ્નો ઉઠાવી રહ્યું છે. વિપક્ષનો આરોપ છે કે સરકાર મહાકુંભનું બ્રાન્ડિંગ કરી રહી છે. દરમિયાન, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક મોટો દાવો કર્યો છે. લખનૌ ફ્લાયઓવરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સીએમ યોગીએ કહ્યું, ‘સૌ પ્રથમ, હું અટલજીના […]

યુપી મદરેસા એક્ટને સુપ્રીમ કોર્ટને માન્યતા આપી

લખનૌઃ યુપી મદરેસા એક્ટ મામલે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને પલટીને યુપી મદરેસા એક્ટને માન્યતા આપી છે. સુપ્રીમ કોર્ટે યુપી મદરેસા એક્ટની બંધારણીયતાને સમર્થન આપ્યું છે. 22 માર્ચે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે યુપી મદરસા બોર્ડ એક્ટને બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ ગણાવીને તમામ વિદ્યાર્થીઓને સામાન્ય શાળાઓમાં પ્રવેશ આપવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડના […]

ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપના ધોવાણ માટે કેન્દ્રીય નેતૃત્વએ સમીક્ષા કરી

નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ દેશમાં તાજેતરમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં ભાજપાને ભારે નુકશાન સહન કરવું પડ્યું છે. લોકસભાની ચૂંટણીમાં ભારે ધોવાણને લઈને ભાજપા દ્વારા સમીક્ષા શરૂ કરવામાં આવી છે. દરમિયાન ઉત્તરપ્રદેશના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને મહાનુભાવો વચ્ચે બંધ બારણે લગભગ એક કલાક સુધી ચર્ચા થઈ હતી. […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18-19 જૂને ઉત્તરપ્રદેશ અને બિહારની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 અને 19 જૂન, 2024ના રોજ ઉત્તરપ્રદેશ અને બિહારની મુલાકાત લેશે. 18મી જૂને સાંજે 5 વાગ્યે પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશના વારાણસીમાં પીએમ કિસાન સન્માન સંમેલનમાં ભાગ લેશે. સાંજે લગભગ 7 વાગ્યે પ્રધાનમંત્રી દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતીના સાક્ષી બનશે. રાત્રે લગભગ 8 વાગ્યે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અને દર્શન પણ કરશે. 19મી […]

ઉત્તરપ્રદેશમાં બકરી ઈદના પર્વ પર રસ્તા ઉપર નમાઝ નહીં પઢી શકાય, CM યોગીએ અધિકારીઓને આપ્યાં આદેશ

લખનૌઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થા તથા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ભક્તો માટેની સુવિધાઓ અંગે બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ તહેવારોની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન સીએમ યોગીએ અધિકારીઓને જરૂરી નિર્દેશો આપ્યા છે. સીએમ યોગીએ કહ્યું કે, 16મી જૂને ગંગા દશેરા, 17મી જૂને બકરી ઈદ, 18મી જૂને જ્યેષ્ઠ માસમાં […]

સપાના સાંસદ અફઝલ અન્સારીએ સીએમ યોગીના કર્યાં વખાણ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં એનડીએનો વિજય થયો છે, તેમજ ભાજપાની બેઠકો ઘટીને 240 જેટલી થઈ છે. ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપાનું ભારે નુકશાન થયું છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં ભાજપાને જે બેઠકો મળી છે, તે મામલે સમાજવાદી પાર્ટીના નેતા અફઝલ અંસારીને સીએમ યોદી આદિત્યનાથની પ્રશંસા કરી છે. સપાના સાંસદ અફઝલ અન્સારીએ કહ્યું કે, યોગી આદિત્યનાથના ચહેરા, પ્રયાસો અને […]

ગોરખપુરમાં મતદાન કર્યા બાદ સીએમ યોગીએ ભાજપની જીતનો દાવો કર્યો

ગોરખપુરઃ શનિવારે અહીં મતદાન કર્યા બાદ સીએમ યોગીએ પત્રકારોને કહ્યું કે, “દેશની જનતાના મજબૂત સમર્થન અને આશીર્વાદથી જ્યારે લોકસભા ચૂંટણીના વિવિધ તબક્કામાં મતદાનનો નિર્ણય 4 જૂને આવશે, ત્યારે ફરી એકવાર મોદી સરકાર આવશે. જંગી બહુમતી સાથે રચાશે. “જનતાએ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ […]

ઉત્તરપ્રદેશ: મૈનપુરીમાં ટ્રેક્ટર-ટ્રોલી સાથે ટ્રકની ટક્કર, ચાર મહિલાઓના મોત

લખનૌઃ ઉત્તર પ્રદેશના મૈનપુરીના ભોગગાંવમાં શનિવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર મહિલાઓના મોત થયા હતા, જ્યારે 24 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે.  ટ્રકે રોડ કિનારે ઉભેલા ટ્રેક્ટર-ટ્રોલીને ટક્કર મારી હતી. નામકરણ સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહેલા સ્ત્રી-પુરુષોને ટ્રેકટર-ટ્રોલીમાં પરત જઈ રહી હતી. માર્ગમાં આ અકસ્માત થયો હતો. આ દૂર્ઘટનાની જાણ થતા […]

લોકસભા ચૂંટણીમાં NDA 150 બેઠકોની અંદર સમેટાઈ જશેઃ રાહુલ ગાંધી

લખનૌઃ લોકસભાની ચૂંટણીના પ્રચાર-પ્રસાર વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે ચૂંટણીમાં ભાજપને પરાજ્ય આપીને ઈન્ડિ ગઠબંધન જ સરકાર બનાવશે તેવો દાવો કર્યો હતો. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, આ વખતે એનડીએ સરકાર 150 સીટો સુધી મર્યાદિત રહેશે. આ વિચારધારાની લડાઈ છે. એક તરફ આરએસએસ અને ભાજપ બંધારણનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, […]

ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 વ્યક્તિના મોત

લખનૌઃ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ત્રણ મુસાફરોના મોત થયા હતા. આ અકસ્માતમાં બે ડઝનથી વધુ મુસાફરો ઘાયલ થયા હતા, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યાં હતા. મળતી માહિતી મુજબ, પ્રયાગરાજ લખનૌ હાઈવે પર કુંડામાં હાથીગવાનની ફુલમતી પાસે વિંધ્યાચલ જઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code