Site icon Revoi.in

ઘરે આ 5 સરળ કસરતો દ્વારા ઝડપથી ઘટાડો વજન અને કેલરી

Social Share

આજના વ્યસ્ત સમયમાં બગડતી જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ખાનપાનને કારણે સ્થૂળતા એક મોટી સમસ્યા બની રહી છે. ઘણા લોકો વજન ઘટાડવા માંગતા હોય છે, પરંતુ બિઝી શિડ્યુલને કારણે જિમ જઈ શકતા નથી. જો તમે પણ આ જ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ, તો ચિંતા કરવાની જરૂર નથી. કોઈ મોંઘા સાધનો કે ટ્રેનર વગર પણ તમે ઘરે રહીને કેટલીક ખાસ કસરતો દ્વારા કેલરી બર્ન કરી શકો છો. ઘરે કરવામાં આવતી આ કસરતો માત્ર સરળ જ નથી, પરંતુ તે તમારા સ્નાયુઓને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. ચાલો જાણીએ એવી 5 અસરકારક હોમ વર્કઆઉટ એક્સરસાઈઝ વિશે, જે ઝડપથી ચરબી ઘટાડવામાં મદદરૂપ થશે.

બર્પીઝ

બર્પીઝ એ ‘ફુલ બોડી વર્કઆઉટ’ છે જે આખા શરીરની ચરબી ઓગાળવામાં મદદ કરે છે.
કેવી રીતે કરવી: પહેલા ટટ્ટાર ઉભા રહો, પછી સ્ક્વોટ પોઝિશનમાં આવી હાથ જમીન પર રાખો, પગને પાછળ લઈ જઈને એક પુશ-અપ કરો અને ફરીથી કૂદીને ઉભા થઈ જાવ.
ફાયદો: આનાથી સ્ટેમિના વધે છે અને ખૂબ જ ઝડપથી ફેટ બર્ન થાય છે. ૧૦-૧૨ રેપ્સના ૩ સેટ કરવા હિતાવહ છે.

જમ્પિંગ જેક્સ

આ એક અત્યંત અસરકારક કાર્ડિયો કસરત છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે.
કેવી રીતે કરવી: હવામાં કૂદતી વખતે હાથ અને પગ ફેલાવો અને ફરી સામાન્ય સ્થિતિમાં આવો.
ફાયદો: આ કસરત આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ વધારે છે. 30 થી 45 સેકન્ડના 3 થી 4 સેટ કરવાથી સારા પરિણામ મળે છે.

માઉન્ટેન ક્લાઈમ્બર

જો તમે પેટની ચરબી ઘટાડવા માંગતા હોવ, તો આ કસરત બેસ્ટ છે.
કેવી રીતે કરવી: પ્લેન્ક પોઝિશનમાં આવો અને વારાફરતી તમારા ઘૂંટણને છાતી તરફ ઝડપથી લાવો, જાણે તમે પર્વત ચઢી રહ્યા હોવ.
ફાયદો: તે કોર સ્નાયુઓને મજબૂત બનાવે છે અને સ્ટેમિનામાં વધારો કરે છે. ૩૦ સેકન્ડના ૩ સેટ કરો.

હાઈ નીઝ

આ એક ઇન્ટેન્સ કાર્ડિયો એક્સરસાઈઝ છે જે વજન ઘટાડવા માટે ખૂબ જ લોકપ્રિય છે.
કેવી રીતે કરવી: એક જગ્યાએ ઉભા રહીને દોડતા હોવ તેમ ઘૂંટણને ઝડપથી ઉપર તરફ ઉઠાવો.
ફાયદો: તે હૃદયને મજબૂત બનાવે છે અને કેલરી બર્ન કરવાની પ્રક્રિયાને વેગ આપે છે. 40 સેકન્ડના ૪ સેટ કરવાથી ફાયદો થાય છે.

સ્ક્વોટ જમ્પ

આ સામાન્ય સ્ક્વોટ્સનું એડવાન્સ વર્ઝન છે, જે પગના સ્નાયુઓ માટે રામબાણ છે.
કેવી રીતે કરવી: પહેલા સ્ક્વોટ પોઝિશનમાં નીચે બેસો અને પછી પૂરી તાકાત સાથે ઉપર તરફ કૂદકો મારો.
ફાયદો: આનાથી પગ મજબૂત બને છે અને નીચેના ભાગની ચરબી ઝડપથી ઘટે છે. 10-12 રેપ્સના 3 સેટ કરો.

વજન ઘટાડવા માટે માત્ર કસરત જ નહીં, પણ પૌષ્ટિક આહાર લેવો પણ તેટલો જ જરૂરી છે. જો તમે નિયમિતપણે આ કસરતો કરશો, તો જિમ ગયા વગર પણ તમે ફિટ અને હેલ્ધી રહી શકશો.

Exit mobile version