Site icon Revoi.in

ધુરંધર થિયેટરમાં જોવાનું ચૂકી ગયા હતા? ચિંતા નહીં, હવે તમારા ઘરે ટીવીમાં જ જોઈ શકશો

Dhurandhar watch it on your TV at home

Dhurandhar watch it on your TV at home

Social Share

મુંબઈ, 30 માર્ચ, 2026:  Dhurandhar આદિત્ય ધર નિર્દેશિત અને રણવીર સિંહ સ્ટારર ‘ધુરંધર’ ડિસેમ્બર 2025 માં રિલીઝ થઈ હતી અને તેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. આ ફિલ્મે ઘરેલુ અને વિદેશી બંને બજારોમાં છપ્પરફાડ કમાણી કરીને ઈતિહાસ રચી દીધો હતો. હાલમાં તેની સિક્વલ ‘ધુરંધર 2’ બોક્સ ઓફિસ પર આગ લગાવી રહી છે અને માત્ર 12 દિવસમાં બોલીવુડની સૌથી મોટી ફિલ્મ બની ચૂકી છે.

જોકે તમે થિયેટરમાં ‘ધુરંધર’ જોવાનું ચૂકી ગયા હોવ, અથવા ઘરે બેઠા ફરીથી જોવાનો આનંદ માણવા માંગતા હોવ, તો તમારા માટે એક આનંદના સમાચાર છે. સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક ‘ધુરંધર’ હવે સીધી તમારી ટીવી સ્ક્રીન પર આવી રહી છે.

આ પણ વાંચોઃ “સ્વતંત્રતા સંગ્રામમાં કોઈપણ ગુજરાતી નહોતા”: ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાના નિવેદનથી વિવાદ

‘ધુરંધર’ ટીવી પર ક્યારે અને ક્યાં રિલીઝ થશે?

રણવીર સિંહ સ્ટારર અને આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘ધુરંધર પાર્ટ 1’ (2025) આ મે મહિનામાં ટેલિવિઝન પ્રીમિયર માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ ફિલ્મ ગયા વર્ષે ડિસેમ્બરમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને ત્યારબાદ 30 જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર ડિજિટલ ડેબ્યૂ કરીને વિશ્વભરમાં ધૂમ મચાવી હતી. હવે, મેકર્સ આ સ્પાય થ્રિલરને ટીવી દર્શકો માટે લાવી રહ્યા છે. આ ફિલ્મ 30 મે, 2026 ના રોજ સાંજે 7 વાગ્યે સ્ટાર ગોલ્ડ પર પ્રીમિયર થશે.

સ્ટાર ગોલ્ડે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા લખ્યું છે કે, “લેડીઝ એન્ડ જેન્ટલમેન, હવે સમય આવી ગયો છે, આવી રહ્યું છે ધુરંધરનું વર્લ્ડ ટીવી પ્રીમિયર, 30 મે, રાત્રે 7 વાગ્યે, ફક્ત સ્ટાર ગોલ્ડ પર.”

‘ધુરંધર’ એ વર્લ્ડવાઈડ કરી છે છપ્પરફાડ કમાણી

‘ધુરંધર’ વ્યાવસાયિક રીતે ખૂબ જ મોટી હિટ રહી છે. ઇન્ડસ્ટ્રી ટ્રેકર સેકનીલ્ક (Sacnilk) મુજબ, ‘ધુરંધર’ એ વિશ્વભરમાં 1307.35 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જે તેને સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મોમાંની એક બનાવે છે. આ ફિલ્મ આદિત્ય ધરે લખી અને ડાયરેક્ટ કરી છે. રણવીર સિંહની સાથે આ ફિલ્મમાં અક્ષય ખન્ના, અર્જુન રામપાલ, સંજય દત્ત, આર. માધવન, રાકેશ બેદી અને સારા અર્જુન જેવા કલાકારો મહત્ત્વની ભૂમિકામાં જોવા મળ્યા છે.

Exit mobile version