Site icon Revoi.in

મોરબી શહેર અને જિલ્લો બે દિવસ સ્વયંભૂ બંધ રહેશેઃ મુખ્યમંત્રીએ મોરબીની લીધી મુલાકાત

Social Share

મોરબીઃ   જિલ્લા કલેકટર કચેરી ખાતે  ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી એસોસિએશનના આગેવાનોની મીટિંગ હતી, જેમાં સર્વાનુમતે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને બે દિવસનું સ્વયંભૂ લોકડાઉન  રાખવાનો નિર્ણય લેવામો આવ્યો હતો. એટલે કે, શનિવાર અને રવિવાર એમ બે દિવસ મોરબી શહેર અને જિલ્લામાં વેપાર ધંધા સંપૂર્ણ બંધ રહેશે અને આગામી સોમવારથી લઇને શુક્રવાર સુધી બજારો બપોરના 2 વાગ્યા સુધી જ ખુલ્લી રાખીને ત્યાર બાદ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં અધિકારી અને એસોસિયેશનના હોદ્દેદારોએ સહયોગ આપવા અપીલ કરી હતી.  મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીએ પણ મોરબીની મુલાકાત લઈને કોરોનાની સ્થિતિની સમિક્ષા કરી હતી. અને જરૂરી સુચના આપી હતી

મોરબી શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે, ત્યારે કોરોનને કંટ્રોલ કરવા માટે તંત્ર, સામાજિક સંસ્થાઓ, સમાજ અને સંગઠન દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવ્યા છે. પરંતુ તેમાં હજુ ધાર્યું પરિણામ મળતું નથી. ત્યારે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં મોરબી જિલ્લાના પ્રભારી સચિવ મનીષા ચંદ્રાની હાજરીમાં જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિતના જુદા-જુદા એસોસિએશનના પ્રમુખોની હાજરીમાં મીટિંગ યોજાઇ હતી. આ મીટિંગમાં વિસ્તૃત ચર્ચા કર્યા બાદ કોરોના સંક્રમણની ચેઇનને તોડવા માટે અને મોરબી જિલ્લાના લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લાની અંદર શનિવાર અને રવિવાર એમ બે દિવસ સંપૂર્ણ સ્વૈચ્છિક બંધ પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ સોમવારથી શુક્રવાર સુધી દરરોજ સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી જ વેપાર ધંધો કરવા માટેનો નિર્ણય આ બેઠકમાં કરવામાં આવેલ છે. મીટિંગમાં મોરબી શહેર અને જિલ્લાના લોકો સંપૂર્ણ રીતે સહયોગ આપે તેવી ખાતરી ઓફ કોમર્સના પ્રમુખ સહિતના જુદા-જુદા એસોસિએશનના પ્રમુખો દ્વારા આપવામાં આવી છે. તો કલેક્ટર દ્વારા પણ મોરબી જિલ્લાના લોકોને મોરબી જિલ્લાના લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને બંધની અંદર સહયોગ આપવા માટે અપીલ કરી છે.

કોરોના સંક્રમણ વકરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી મોરબીની મુલાકાતે  આવ્યા હતા. હૉસ્પિટલોની સ્થિતિ અને કોરોના સંક્રમણ રોકવાની રણનીતિ પર ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. મોરબી જિલ્લાના પ્રભારી સચિવ મનીષા ચંદ્રની અધ્યક્ષતામાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓની મીટીંગ યોજાઇ હતી. મોરબી સિવિલ હોસ્પિટલમાં અત્યારે હાલમાં 100 બેડની કોવિડ હોસ્પિટલ કાર્યરત છે. જેમાં કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. પરંતુ આગામી દિવસોમાં વધુ કોરોનાના દર્દીઓને સમાવવાના થાય તો કઈ રીતે સમાવેશ કરી શકાય તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી અને હાલમાં મોરબી સિવિલ હોસ્પિટલની અંદર જે નવા ચાર માળનું બાંધકામ ઉભું કરવામાં આવ્યું છે, તેમાં આગામી રવિવાર સુધીમાં 80 બેડની કોરોનાના દર્દી માટેની સુવિધા કાર્યરત કરવાની સૂચના આપી દેવામાં આવી છે. એટલે કે મોરબી સિવિલ હોસ્પિટલમાં આગામી રવિવાર સુધીમાં વધુ 80 દર્દીઓને સારવાર આપી શકાય તે પ્રકારની સુવિધા ઉભી કરવા માટેની સૂચના આપવામાં આવી છે. આ માટે એક ફિઝિશિયન તેમજ એનેસ્થેસિયા ડોક્ટર અને 24 જેટલા મેડિકલ સ્ટાફની વ્યવસ્થા કરાઈ છે.