Site icon Revoi.in

78 ટકા એપ્રુવલ રેટિંગ સાથે નરેન્દ્ર મોદી ફરીથી સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતા બન્યા

Social Share

 

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરીથી 78 ટકા એપ્રુવલ રેટિંગ સાથે સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતા બની ગયા છે.અમેરિકાની વૈશ્વિક એજન્સીના સર્વેમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સર્વેમાં મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર બીજા સ્થાને છે.

આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલી ત્રીજા સ્થાને છે. વિશ્વના નેતાઓમાં યુએસ પ્રમુખ જો બિડેન 11માં ક્રમે છે, જ્યારે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો 17મા ક્રમે છે અને બ્રિટિશ પ્રધાનમંત્રી ઋષિ સુનક 20માં ક્રમે છે.

અમેરિકન એજન્સી મોર્નિંગ કન્સલ્ટ દ્વારા 2024 ના પ્રથમ ત્રિમાસિક ગાળાના વર્લ્ડ લીડર એપ્રુવલ રેટિંગ રિપોર્ટ અનુસાર ભારતમાં 78 ટકા લોકો પીએમ મોદીના કામથી સંતુષ્ટ છે અને તેમના નેતા તરીકે મંજૂરી આપે છે.

અગાઉ ડિસેમ્બર 2023ના રિપોર્ટમાં પણ PM મોદી 76 ટકા મંજૂરી સાથે વિશ્વમાં ટોચ પર હતા. આ વખતે 2 ટકા વધુ લોકોએ પીએમ મોદીના કામથી સંતુષ્ટિ વ્યક્ત કરી છે અને તેમને તેમના નેતા તરીકે સ્વીકાર્યા છે. આ યાદીમાં પીએમ મોદી પછી મેક્સીકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર 65 ટકા મંજૂરી સાથે બીજા સ્થાને છે.

વિશ્વના નેતાઓની કામગીરી અને તે દેશોમાં નેતાઓની લોકપ્રિયતા પર કરવામાં આવેલા સર્વેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2014થી ટોચ પર છે. સૌ પ્રથમ 2014 માં PM બન્યાના થોડા મહિના પછી Pew Research એ મોદીના કામ અને એક નેતા તરીકે દેશમાં તેમની સ્વીકૃતિ પર એક સર્વે કર્યો જેમાં 78 ટકા લોકોએ PM મોદીનું સમર્થન કર્યું હતું.