Site icon Revoi.in

નેશનલ ગેમ્સઃ ગુજરાતે ચાર સુવર્ણ, એક રજત અને ચાર કાંસ્ય ચંદ્રક જીત્યા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચાલી રહેલા રાષ્ટ્રીય રમતોત્સવમાં ગુજરાતે અત્યાર સુધીમાં ચાર સુવર્ણ, એક રજત અને ચાર કાંસ્ય ચંદ્રક જીત્યા છે. ઓલિમ્પિક રજત ચંદ્રક વિજેતા મીરાબાઇ ચાનુએ શુક્રવારે ગાંધીનગરના મહાત્મા મંદીર ખાતે યોજાયેલી વેઇટલિફટીંગ સ્પર્ધામાં મહિલાઓની 49 કિલો વજન વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. મીરાબાઇ ચાનુએ 191 કિલો વજન ઉઠાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.  સંગીતા ચાનુએ 187 કિલો વજન ઉઠાવીને રજત ચંદ્રક, જયારે સ્નેહા સોરેને 169 કિલો વજન ઉઠાવી કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

અમદાવાદના રાઈફલ ક્લબ ખાતે ચાલી રહેલી શૂટિંગ સ્પર્ધામાં રાજ્યની ઇલા વેનીલ વાખારીવને 10 મીટર ઓફ રાઈફલ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. હરિયાણાના અનીષે પુરુષોના રેપીડ ફાયર પિસ્તલ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. પુરુષોની 1,500 મીટર દોડ સ્પર્ધામાં પરવેઝ ખાનને સુવર્ણ, ઉત્તર પ્રદેશના અજય કુમારે રજત, જયારે મધ્યપ્રદેશના અરૂણ વાસ્કે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

મહિલાઓની ઊંચીકુદમાં સ્પર્ધામાં સ્વપ્ના બારમાને 1.83 મીટર સાથે રાષ્ટ્રીય રમતોત્સવમાં નવો રેકોર્ડ સ્થાપ્યો હતો. ભાવનગર ખાતે રમાઈ ગયેલી નેટબોલ સ્પર્ધામાં ગુજરાત અને દિલ્હીની સંયુક્ત ટીમે કાસ્ય ચંદ્રક મેળવ્યો હતો.

પુરુષોના વિભાગમાં અને મહિલાઓના વિભાગમાં હરિયાણાની ટીમને સુવર્ણ ચંદ્રક, તેલંગાણાની ટીમમને રજત ચંદ્રક પંજાબની ટીમને રજત ચંદ્રક અને કર્ણાટક તથા બિહારની ટીમને સંયુક્ત રીતે કાસ્ય ચંદ્રક મેળવ્યો હતો. વડોદરામાં નેશનલ ગેમ્સ અંતર્ગત ગઇકાલથી જિમ્નેસ્ટીક ચેમ્પિયનશીપનો પ્રારંભ થયો હતો.  અમદાવાદના સંસ્કારધામ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ખોખો અને તીરંદાજી સ્પર્ધાનો પ્રારંભ થયો હતો.

Exit mobile version