1. Home
  2. Tag "National Games"

સુરતમાં નેશનલ ગેઈમ્સ દરમિયાન વોલેન્ટિયરની સેવા આપનારા વિદ્યાર્થીઓને મહેનતાણું મળ્યુ નથી

સુરતઃ શહેરમાં નેશનલ ગેમ્સ 2022નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેની વ્યવસ્થાના ભાગરૂપે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન વિવિધ કોલેજના એન.એસ.એસ. અને એન.સી.સી ના વિધાર્થીઓને વ્યવસ્થાના ભાગરૂપે પ્રતિદિનનું મહેનતાણુ આપવામા આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં નેશનલ ગેમ્સનું ખૂબ જ ભવ્યતાથી આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં વિશેષ કરીને સુરત […]

એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેળવનાર સ્વીટી બુરાનીની ગોલ્ડ જીતવા પાછળની વાર્તા જાણો છો?

દિલ્હી: હાલમાં જ  સ્વીટી  બુરાને એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો છે. તેની અ અજીત પાચલ રહેલી કેટલીક ખાસ વાતો વિષે આજે તમને જણાવીએ. સ્વીટી  બુરાને બાળપણથી જ પંચ (મુક્કા) મારવાની આદત હતી. સ્વીટી તેના સ્કૂલના દિવસોમાં બહુ બોલતી ન હતી, પરંતુ તેને વાતવાતમાં ગુસ્સો આવી જતો. તે કહે છે કે,  “જો હું કોઈને બીજાં સાથે કૈંક […]

નેશનલ ગેમ્સ, રાજકોટમાં હોકી સ્પર્ધાનું સમાપન, વિજેતા ટીમોને મેડલ અનાયત કરાયા

રાજકોટઃ શહેરમાં રમાઈ રહેલા  36મી નેશનલ ગેમ્સમાં હોકીની ફાઈનલ મેચ બાદ શાનદાર સમાપન સમારોહ અને મેડલ સેરેમની યોજાઈ હતી. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીએ  વિજેતા ટીમોને મેડલ એનાયત કર્યા હતા. હોકીની નેશનલ ગેમ્સ માં મહિલા હોકીમાં હરિયાણાએ પંજાબ સામે 1-0 ગોલ સાથે અને પુરુષ હોકીમાં કર્ણાટકે  ઉત્તરપ્રદેશને હરાવીને 05-04 ગોલથી ચેમ્પિયન બન્યું હતું. વિજેતા […]

ગુજરાતમાં માત્ર ત્રણ મહિનામાં જ નેશનલ ગેમ્સનું સફળ આયોજન કરીને નવો ઈતિહાસ રચ્યો છેઃ સંઘવી

ગાંધીનગરઃ ભારતના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના રમત ક્ષેત્રના વિઝનને સાકાર કરવા મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં માત્ર 90 દિવસના ટૂંકા ગાળામાં નેશનલ ગેમ્સનું સફળ આયોજન કરીને ગુજરાતે નવો ઈતિહાસ રચ્યો છે, તેમ રમત – ગમત મંત્રી  હર્ષ સંઘવીએ રવિવારે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલમાં ચાલી રહેલી નેશનલ ગેમ્સમાં નાગરિકોનો […]

નેશનલ ગેમ્સ: મહાત્મા મંદિરમાં બોક્સિંગના ખેલાડીઓ સાથે હર્ષ સંઘવીએ કરી મુલાકાત

અમદાવાદઃ 36મી નેશનલ ગેમ્સ -2022નું ગુજરાત યજમાન બન્યું છે ત્યારે મહાત્મા મંદિર,ગાંધીનગર સહિત રાજ્યભરમાં વિવિધ રમતો યોજાઇ રહી છે. જેના ભાગરૂપે  મહાત્મા મંદિર ખાતે યોજાયેલી બોક્સિંગ- મુક્કેબાજીમાં ભાગ લ‌ઈ રહેલા વિવિધ રાજ્યોના ખેલાડીને રમત- ગમત મંત્રી હર્ષભાઈ  સંઘવીએ બોક્સિંગ  રિંગ જ‌ઈને  રમત માટે પ્રોત્સાહિત કરીને સફળતા માટે શુભેચ્છાઓ આપી હતી. રમત- ગમત મંત્રીએ 36મી નેશનલ […]

નેશનલ ગેમ્સઃ ગુજરાતે ચાર સુવર્ણ, એક રજત અને ચાર કાંસ્ય ચંદ્રક જીત્યા

અમદાવાદઃ ગુજરાતમાં ચાલી રહેલા રાષ્ટ્રીય રમતોત્સવમાં ગુજરાતે અત્યાર સુધીમાં ચાર સુવર્ણ, એક રજત અને ચાર કાંસ્ય ચંદ્રક જીત્યા છે. ઓલિમ્પિક રજત ચંદ્રક વિજેતા મીરાબાઇ ચાનુએ શુક્રવારે ગાંધીનગરના મહાત્મા મંદીર ખાતે યોજાયેલી વેઇટલિફટીંગ સ્પર્ધામાં મહિલાઓની 49 કિલો વજન વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. મીરાબાઇ ચાનુએ 191 કિલો વજન ઉઠાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.  સંગીતા ચાનુએ 187 […]

નેશનલ ગેમ્સ: મીરાબાઈએ 49 કિગ્રા વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો

અમદાવાદઃ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શુક્રવારે મીરાબાઈ ચાનુ અને સંજીતા ચાનુ વચ્ચે વ્યૂહાત્મક લડાઈ સાથે 36મી નેશનલ ગેમ્સમાં મહિલાઓની 49 કિગ્રા વેઈટલિફ્ટિંગ સ્પર્ધા અપેક્ષિત રેખાઓ પર ખુલી હતી. અંતે, મીરાબાઈ કુલ 191 કિગ્રા (સ્નેચ 84 કિગ્રા, ક્લીન એન્ડ જર્ક 107 કિગ્રા)ની લિફ્ટ સાથે ગોલ્ડ જીત્યો હતો. જ્યારે સંજીતાએ કુલ 187 કિગ્રા (સ્નેચ 82 કિગ્રા, સી […]

કોઈપણ દેશની પ્રગતિ અને સન્માન એ રમતોમાં મળતી સફળતા સાથે સીધો સંબંધ હોય છેઃ વડાપ્રધાન

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે ભારતના સૌથી મોટા ખેલ મહોત્સવ, 36મી નેશનલ ગેમ્સનું ઉદઘાટન કરતા જણાવ્યું હતું કે,  આ દ્રશ્ય, આ તસવીર, આ માહોલ, શબ્દોથી ઉપર છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ, વિશ્વના આટલા યુવા દેશ, દેશના સૌથી મોટા ખેલ ઉત્સવ. જ્યારે આયોજન આટલું અદભૂત અને અદ્વિતીય હોય તો તેની ઉર્જા એવી જ અસાધારણ હશે. દેશના […]

નેશનલ ગેઈમ્સને લીધે અમદાવાદ શહેરને નવોઢાની જેમ 3.50 કરોડના ખર્ચે શણગારાશે

અમદાવાદઃ રાજ્યમાં 36મી નેશનલ ગેમ્સની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજ્યના છ મહાનગરોમાં વિવિધ સ્થળોએ આ ગેમ્સ રમાશે. જેમાં અમદાવાદના 8 જેટલા સ્થળોએ પણ આ ગેમ્સનું આયોજન કરાયું છે. અમદાવાદ શહેરમાં નેશનલ ગેઈમ્સમાં ભાગ લેવા અનેક ખેલાડીઓ બહારથી આવવાના હોવાથી શહેરની એક અલગ ઓળખ ઊભી થાય તે માટે શહેરને નવોઢાની જેમ રંગબેરંગી રોશનીથી શણગારવામાં […]

સુરત ખાતે નેશનલ ગેમ્સમાં ભાગ લેવા 115 ખેલાડીઓ પહોંચ્યા

અમદાવાદઃ રાજ્યના છ શહેરોમાં યોજાઈ રહેલી 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત સુરતમાં 24 સપ્ટેમ્બર સુધી ટેબલ ટેનિસ સ્પર્ધા તથા તા.1 થી 6 ઓક્ટોબર સુધી બેડમિન્ટન સ્પર્ધા યોજાશે. સુરતના મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, સ્પર્ધાનું શેડ્યૂલ 24 સપ્ટેમ્બર સુધી પીડીડીયુ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ટેબલ ટેનિસની રમત યોજાશે. આ જ સ્થળે તા.1 ઓક્ટોબરથી બેડમિન્ટન થશે જયારે ડુમસ બીચ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code